<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

નાંદોદ તાલુકામાં બાઈક ચોર ગેંગ ફરી સક્રિય...? વાવડી ગામે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી

 

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં ભૂતકાળમાં ઘણી મોટરસાઇકલની ચોરી થઈ હતી અને એલસીબીએ આ પૈકી કેટલાક ચોરોને બાઈક સાથે ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી હતી પરંતુ પાછલા ઘણા સમયથી બાઈક ચોરી બાબતે કોઈજ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ન હતી ત્યારે હાલમાં નાંદોદ તાલુકાના વાવડી ગામથી એક બાઈકને ચોરી થવા બાબતે ફરિયાદ થતાં જાણે બાઈક ચોર ગેંગ ફરી સક્રિય થઈ હોય એમ જણાઈ છે
    પ્રાપ્ત વિગતો અનુસાર દત્તુભાઇ જયંતીભાઇ પટેલ( રહે.વાવડી ગ્રામીણ બેંક્ની સામે તા. નાંદોદ જી.નર્મદા) નાઓ એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઇસમે તા.૨૭/૦૬/ ૨૦૨૪ના સવારના ૦૭/૦૦ થી વહેલી સવારના ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન તેમની મોટર સાયકલ નં.GJ-22-k-1986 કિ ૩૫૦૦૦ રૂપિયાની તેમના ધોડાવાળા ખેતરની બાજુમાં આવેલ ખાડી પાસે પાર્ક કરેલ જે મોટર સાઇકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. રાજપીપળા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.


 

(1:08 AM IST)