તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
નર્મદા પોલીસ સીસીટીવીમાં જોઈ ઇ. મેમો આપી દંડ વસૂલે છે.પરંતુ કેળાની ટ્રકો કે જીપો ઉપર બેસી જતા લોકો શું કેમેરામાં કેદ થતા નથી..?!
દરરોજ જૂની સિવિલ હોસ્પિટલની બાજુમાંથી જીપોમાં છાપરે અને ટ્રકો તેમજ ટેમ્પોની ઉપર જોખમી રીતે બેસી જતા લોકો પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ નથી થતા..??!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઓવર લોડ ટ્રકો અને અન્ય વાહનોના છાપરે બેસી જોખમી રીતે જતા લોકો પર પોલીસ જાણે મહેરબાન હોય તેમ આ લોકો સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી.
નર્મદા પોલીસે રાજપીપળા માં ઘણા સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે જેમાં જોઈ વાહન ચાલકો ને નિયમનો ભંગ કરવા બદલ રૂપિયા ૧૦૦ થી લઇ રૂપિયા ૫૦૦ જેવો દંડ ઇ મેમો દ્વારા આપવામાં આવે છે પરંતુ બીજી તરફ ઓવરલોડ જતી રેતીની ટ્રકો કે કેળા ભરી જતી ટ્રકો કે ટેમ્પો ઉપર જોખમી રીતે બેસી જતા મજૂરો અને જૂની સિવિલ હોસ્પિટલ, સંતોષ ચોકડી સહિત ના પોઇન્ટ પરથી જતી મુસાફર જીપોના છાપરે બેસી જતા ઘણા મુસાફરો જોખમી સવારી કરતા હોવા છતાં આ વાહનો કેમ પોલીસ ના સીસીટીવી કેમેરા માં કેદ થતા નથી..?! કે પછી કોઈ અંગત ફાયદા માટે આવા જોખમી સવારી કરતા વાહનચાલકોને નજર અંદાજ કરવામાં આવે છે..? તેવા સવાલ હાલ પ્રજામાં ઉઠ્યા છે.
પોલીસ વિભાગ ચાલુ બાઈક પર મોબાઈલ પર વાત કરતા કે ત્રણ સવારી જતા યુવાનો કે યુવતીઓ ને રૂપિયા ૧૦૦ થી લઇ રૂપિયા ૫૦૦ જેવો દંડ કરતો ઇ મેમો મોકલાવે છે તો એકદમ જોખમી ફરતા ટ્રક ટેમ્પો કે જીપ જેવા મોટા વાહનો પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી..? શું આ વાહનો તેમના કમાઉ દીકરા છે.?
ભૂતકાળમાં કેદની ટ્રક ની ઉપર બેસી જતા કેટલાક મજૂરો પૈકી એક મજુરને ઉપરથી જતો વીજ વાયર અડી જતાં તેનું મોત થયાનું ગંભીર ઘટના પણ બની ચૂકી છે અને વાહનના છાપરે કે કેબિન ઉપર બેસી જવું એ કાયદાની વિરૂદ્ધ હોવા છતાં દરરોજના આવા કેટલાય વાહનો રાજપીપળામાં જોવા મળે છે માટે પોલીસ આવા જોખમી સવારી કરતા વાહનો પર પણ નિયમિત કડક કાર્યવાહી કરે એ જરૂરી છે
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
