News of Saturday, 29th June 2024
અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ડીજી લેવલે અને વડોદરા સીપી નરસિંહમાં કોમાર એડી.ડીજી લેવલે કેન્દ્રમાં એમપેનલ્ડ ૩૬ ડિગ્રી કસોટી તરીકે જાણીતી કસોટી પાર
સ્વચ્છ છબી ધરાવતા આ બંને સિનિયર આઇપીએસ ગુજરાત ગૌરવ જેવા અધિકારીઓ, શુભેચ્છકોમાં હર્ષની લાગણીઃ અમદાવાદ પોલીસ કમિશનર બીએસએફ, સીઆઇએસએફમાં અને વડોદરા પોલીસ કમિશનર સીબીઆઇમાં યશસ્વી ફરજ બજાવી છે, ગુજરાતના ગૌરવરૂપ અધિકારીઓમાં બંનેનો સમાવેશ છે

રાજકોટ તા.૨૯: કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કરી દેશના સિલેકટેડ સિનિયર આઇપીએસ અધિકારીઓને ડીજી લેવલ અને એડી. ડીજી લેવલે ૩૬ ડિગ્રી કસોટી તરીકે જાણીતી કસોટી પછી પસંદ કરતા તેમના વિશાળ શુભેચ્છકોમાં હર્ષ સાથે અભિનંદન વર્ષા અવિરત ચાલી રહી છે.
અત્રે એ યાદ રહે કે કેન્દ્રમાં ટોચના સ્થાને પસંદગી પામવામાં ૩૬ ડિગ્રી કસોટી તરીકે ઓળખાતી કસોટી પાર કરવાની હોય છે, આ કસોટીમાં ખાનગીમાં તેઓએ જેમની પાસે ફરજ બજાવી હોય તેવા અધિકારી તથા આઇબી સહિતની એજન્સીઓ અને મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલ હોય તેવા અનુભવીનો ખાનગીમાં અભિપ્રાય મેળવવામાં આવે છે.
અત્રે એ યાદ રહે કે અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ભૂતકાળમાં ગૂજરાત ફ્રન્ટીયર બીએસએફનાં વડા અને દેશના એરપોર્ટે સહિતની સલામતી વ્યવસ્થા જેમના હસ્તક છે તેવા સીઆઇએએફમાં દિલ્હી ખાતે ખૂબ મહત્વના સ્થાને રહી ચૂકયા છે, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તેમની કાબિલે દાદ કામગીરી રહી છે. અમદાવાદ સીપી તરીકે કેન્દ્ર દ્વારા તેમની ખાસ પસંદગી કરવામાં આવેલ.
વડોદરા સીપી નરસિંહમાં કોમાર પણ અમદાવાદ સીપી માફક ખૂબ સ્વચ્છ પ્રતિભા સાથે ગુજરાતના એક થી ૫ાંચ મહેનતુ આઇપીએસ અધિકારીઓમાં પ્રથમ ક્રમે તેમની ગાંધીનગરમાં તેમનું નામ છે.
તેવો પણ સીબીઆઇમાં યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે. અનુભવી પોલીસ અધિકારીઓના મતે આ બંને સિનિયર આઇપીએસ ગુજરાતના ગૌરવરૂપ અધિકારીઓમાં મોખરાંનું સ્થાન ધરાવે છે. કેન્દ્રમાં તમને ફરજ પર જવાનું થાય તો ઉપરોકત લેવલે પોસ્ટીંગ મળશે, હાલ તેવો ગૂજરાતમાં જ ફરજ બજાવશે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
