<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ગુજરાત આઇએમએ નો આવો ગાંવ ચલે કાર્યક્રમ રાષ્‍ટ્રીય કક્ષાએ ચમકયોઃ ડો ભરત કાકડીયા-ડો.પારસ શાહનું બહુમાન

આઇએમએ દિલ્‍હી હેડકવાર્ટર ખાતે તા. ૧ જુલાઇએ ડોકટર ડે ના બહુમાન થશે

રાજકોટઃ તા. ૨૯: ગુજરાત આઇએમએ દ્વારા આવો ગાંવ ચલે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની સફળતાની નોંધ રાષ્‍ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે. તા. ૧ જેુલાઇએ ડોકટર ડે ના દિવસે દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીના હસ્‍તે આઇએમએ ગુજરાત પ્રમુખ ડો ભરત કાકડીયા અને પૂર્વ રાજકોટ આઇએમએ પ્રમુખ ડી.પારસ શાહનું અભિવાદન યોજાયુ છે

(1:23 PM IST)