તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
નેત્રંગ વનવિભાગના મહિલા RFOએ બીટગાડઁને મોબાઈલ ફોન પર ગંદી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો વિડીયો વાયરલ થતાં ચકચાર
મહિલા RFO જસુબેન સરવૈયાની કામગીરીથી વનકમીઁ-મજુરોમાં ભારે નારાજગી: બીટગાર્ડ એ RFO વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સહવિશેષ મહત્વ હોય છે. નારી તું નારાયણી જેવા શબ્દ પ્રયોગ મહિલા માટે થયા છે. પરંતુ નેત્રંગ વનવિભાગ ના RFO જશુબેન સરવૈયાની અભદ્ર ભાષા અને ધાકધમકીના કારણે વનવિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબુર બન્યા છે. નેત્રંગ વનકમીઁને RFO જશુબેન સરવૈયા ફોન કરીને અભદ્ર ભાષામાં ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો ટેલીફોનીક વાતનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે વનકમીઁઓ નેત્રંગ પો.સ્ટેશનમાં RFO વિરૂદ્ધ ફરિયાદ પણ આપી હોવાનું જાણવા મળ્યું છે
નેત્રંગ વનવિભાગના RFO પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરતાં નિતી-નિયમો વિરૂદ્ધ વનકમીઁઓને જંગલ વિસ્તારમાં કામગીરી કરવા મજબુર કરાતા હોવાથી ભારે આક્રોશ જણાઇ રહ્યો છે. RFO ખોટા ખર્ચ બુક કરાવી ધાકધમકી આપીને વનકમીઁઓ ની સહી કરાવે છે.જો વનકમીઁઓ સહી નહીં કરે તો નોટીશ આપી ઘરે બેસાડી દેવાની ધમકી આપે છે.વનકમીઁઓ માનસિક-શારીરિક રીતે હેરાનપરેશાન થઈ જતાં જંગલવિસ્તારમાં ઉત્સાહથી કામગીરી પણ કરી શકતા નથી. તેવા ગંભીર આક્ષેપો વન કર્મીઓ દ્વારા કરવામાં આવ્યા હોય આ મામલો પ્રકાશમાં આવતા નેત્રંગ વનવિભાગ હાલ ચર્ચા માં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ વનવિભાગના RFO જશુબેન સરવૈયાની ફરીયાદ છેક ગાંધીનગર સુધી પહોંચ્યાના અહેવાલ પણ મળ્યા છે. ત્યારે આગળના દિવસો માં કંઈક નવાજુની થવાની શક્યતાઓ જણાઇ રહી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
