<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

વગર પરવાને દવાનું વેચાણ કરતી એજન્‍સી સામે તપાસઃ રૂ. ૧૦ લાખની દવા જપ્‍ત

છત્રાલ ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટકયું

રાજકોટ તા. ર૯: ડો. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્‍ય કચેરી, ગાંધીનગરના શ્રી વાય. જી. દરજી. નાયબ કમિશ્‍નર (આઇ.બી.) તંત્રના અન્‍ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર દવાના સ્‍ટોર્સ ઇવાઇન બાયોટેક, પ્‍લોટ નં. ૨૩, ન્‍યુ શ્રીજી ઇન્‍ડસ્‍ટ્રીઝ, અમ્‍બાવપુરા રોડ, જી.આઇ.ડી.સી. છત્રાલ, છત્રાલ, ગાંધીનગરના  અંકિત બી પ્રજાપતી દ્વારા ગેરકાયદેસર વગર પરવાને એલોપેથી દવાની એજન્‍સી ઉભી કરી તથા કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદ કરી તથા કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર દવાનું વેચાણ ચાલુ કરી દીધેલ. જે તંત્રએ પકડી પાડ્‍યુ છે તેમ જણાવાયું છે.

તંત્રની તપાસ દરમ્‍યાન અધિકારીઓએ વિવિધ દવાઓના નમુનાઓ ફોર્મ ૧૭ હેઠળ લઈ પળથ્‍થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે.

તપાસ સમયે ત્‍યાંથી  કુલ ૧૭ જેટલી દવાઓનો આશરે ૧૦ લાખ રૂપીયાની કિંમતનો જથ્‍થો કાયદેસરની કાર્યવાહી અર્થે તંત્રના અધિકારીઓએ જપ્ત કરેલ છે.

ખોરાક અને ઔષધ નિયમીત કમિશનરે જણાવેલ કે, આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી સ્‍પુરીયસ API સપ્‍લાય કરતી શ્રી હેલ્‍થકેર નામની ઉત્‍પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝીથ્રોમાઇસીન આશરે ૧૦૦ કિગ્રા જેટલું API ખરીદ કરી આયાન્‍સ ફોર્મ્‍યુલેશન્‍સ પ્રા. લી., હાલોલ ખાતે વેચાણ કર્યાનું કબુલ કરતાં આ એઝીથ્રોમાઇસીન આશરે ૧૦૦ કિગ્રા જથ્‍થો ગોધરાના અધિકારીઓ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે.

આવી રીતે ગેરકાયદેસર - વગર લાયસન્‍સે દવાની એજન્‍સી ચાલુ કરી દવાઓનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા તંત્રના અધિકારીઓએ તેઓ કયાંથી? અને કેવીરીતે? દવાઓ ખરીદેલ અને કોને કોને દવાઓનું વેચાણ કરેલ છે? તે અંગે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધેલ છે. તેમ ડો. કોશિયા જણાવે છે.

શ્રી ડો. એચ. જી. કોશીયાએ જણાવ્‍યું છે સદર મેડીકલ એજન્‍સીની તપાસ દરમ્‍યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરવા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(2:28 PM IST)