તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
રાજકોટ ગુરૂકુલના વડા દેવકૃષ્ણદાસજી સ્વામીનું સુરતમાં સ્વાગતઃ કાલે સ્નેહમિલન

રાજકોટઃ વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતમાં ગુરૂકુલના મુખ્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટથી પધારતા વિદ્યાર્થીઓ તથા સંતોએ સ્વાગત પૂજન કરેલ. પ્રાર્થના મંદિરમાં સ્વામીશ્રીએ શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી ઉત્તારેલ. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની દેશ વિદેશની ૬૦ શાખાઓના અધ્યક્ષ મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ૩૨૦૦૦ વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે. સ્વામીશ્રી મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ વિદ્યાનગર, વડોદરા, ભરૂચ થઈને વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પધારતા વરસાદી વાતાવરણમાં બાળકોએ સ્વામીશ્રીનું સ્વાગત કરેલ. પ્રભુસ્વામીએ કહ્યું હતું કે અમે ૨૭૫ સંતો એમના શિષ્યો છીએ. અમારા ધર્મ,જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પોષણ તેઓ કરી રહ્યા છે. વસુધૈવ કુટુંબમાની સહુની સમભાવે સેવા કરવાની વગેરે નિયમો જીવનમાં ચરિતાર્થ કરી રહ્યા છે. આજે સ્વામીશ્રીનું સુરત ગુરુકુલના સંચાલક શ્રી ધર્મવલ્લભદાસજી સામતના શ્રી પ્રભુ સ્વામી વગેરે સંતો તથા હરિભકતોએ તેમજ કે, જી.નર્સરીના બાળકોએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરેલ સ્વામીશ્રી રવિવાર રાત સુધી વેડ રોડ ગુરુકુલમાં નિવાસ કરશે. શનિવાર રાત્રે વિધાર્થીઓને તથા હરિભકતોને સંબોધશે. અને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ગુરુકુલોના ભૂતપૂર્વ શ્નવિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
