તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 29th June 2024
ગુજરાતમાં ગયા જૂનમાં રર.૯૦% વરસાદ થયેલ, આ વખતે માત્ર ૮.૦પ%
મેરી તરહ મેઘ તૂમ ભી ટૂટે હારે હો, ઇતને અચ્છે મોસમ મેં ભી એક કિનારે હો. ... ગયા વર્ષના આ મહિનાના સરેરાશ ૮ ઇંચ વરસાદની સરખામણીએ આ વર્ષ સરેરાશ રાા ઇંચ : હાલ વરસાદી માહોલ

રાજકોટ, તા. ર૮ : રાજયના જુદા જુદા વિસ્તારોમાં મેઘ સવારી હાજરી પુરાવી થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ખેતી અને પીવાના પાણીની દ્રષ્ટીએ જુન-જુલાઇ માસ ખૂબ મહત્વનો ગણાય છે. આવતીકાલે રવિવારે જુન મહિનો પુરો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ગુજરાતમાં મૌસમનો સરેરાશ વરસાદ ઘણો ઓછો છે.
ગયા વર્ષેની ૩૦ જુન સુધીમાં રાજયમાં સરેરાશ ર૦૦.૮૩ મીમી અને ટકાવારીની દ્રષ્ટીએ મૌસમના કુલ વરસાદમાંથી રર.૯૦ ટકા વરસાદ નોંધાયો હતો. આજે ર૯ જુન ર૦ર૪ની સ્થિતિએ સરેરાશ ૭૧.૬ મીમી અને ૮.૦પ ટકા વરસાદ પડયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષેના જુનના આજના દિવસ સુધીમાં અડધાથી પણ ઓછો વરસાદ છે. હજુ ઘણા વિસ્તારોમાં વાવણી માટે મેઘરાજાની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે.
આજની સ્થિતિ મુજબ કચ્છમાં ૧૩.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩.૯૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૬.૪૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦.૮૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮.પર ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ ૮.પ ટકા થયો છે.
આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં નવસારી, જલાલપુર, પલસાણા, ઉમરગામ અને કુતીયાણામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે. અન્ય ર૦ જેટલા તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ થયો છે. હજુ ઘણા જિલ્લામાંઓ આકાશ ગોરંભાયેલુ છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે. આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
