<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ મહિલા ક્રિકેટરો માટે પેન્શન શરૂ કર્યું

GCA વહીવટકર્તાઓ અને GCA સમિતિના સભ્યો દ્વારા આ યોજના સર્વાનુમતે AGMમાં સહર્ષ સ્વીકાર

અમદાવાદ : જય શાહ સેક્રેટરી-BCCI જેમણે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો માટે પેન્શન યોજના શરૂ કરેલ છે. અને GCA વહીવટકર્તાઓ અને GCA સમિતિના સભ્યો દ્વારા આ યોજના સર્વાનુમતે AGMમાં સહર્ષ સ્વીકારવામાં આવી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને દરેક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો માટે એપ્રિલ 2024 થી BCCI નિયમ મુજબ 3500/- પ્રતિ માસ પેન્શન શરૂ કર્યું છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન તમામ ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને અભિનંદન પાઠવે છે

(12:26 AM IST)