તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ખાદ્યતેલના ભાવમાં ૨૦ થી ૪૦ રૂપિયાનો ઝીંકાયો વધારોઃ જનતાને અપાયો મોંઘવારીનો વધુ એક ડામ
વરસાદી સિઝનના કારણે મગફળીનું પિલાણ બંધ હોવાથી જેની સીધી જ અસર સીંગતેલના ભાવમાં જોવા મળી

અમદાવાદ,તા.૩૦,
ચોમાસુ શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે જનતાને પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૨૦ થી ૪૦નો વધારો કરવામાં આવ્યો છે.
જનતા પર ફરીએકવાર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસુ આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થાય છે પરંતુ હાલ હાલ વરસાદી સિઝનના કારણે મગફળીનું પિલાણ બંધ કરવામાં આવ્યુ છે. જેની સીધી જ અસર સીંગતેલના ભાવમાં જોવા મળી છે. જેના કારણે સીંગતેલથી લઈને સોયા તેલ સહિતના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
હાલ સિંગતેલ, કપાસીયા, પામ ઓઈલ અને સોયાબિન તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦ નો ડબ્બે વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ ૨૫૬૦ રૂપિયા થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ ૧૬૯૦ રૂપિયા થયો છે. જ્યારે પામ ઓઈલમાં પણ ૨૦ રૂપિયાનો વધારો થયો છએ અને ડબ્બાનો ભાવ રૂપિયા ૧૬૭૦ થયો છે. સોયાબિન તેલમાં પણ રૂપિયા ૪૦નો વધારો ઝીંકાયો છે અને ડબ્બાનો ભાવ ૧૭૦૦ રૂપિયા છે.
હાલમાં ઉનાળુ મગફળી પિયત માટે પહોંચી નથી. હાલ વરસાદી માહોલને કારણે મગફળી પૂરતા પ્રમાણમાં ઓઈલ મિલરોમાં પહોંચી નથી, આથી પિલાણ બંધ છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના પર્વ પર આ ભાવવધારો થતો હોય છે પરંતુ આ વખતે એ પહેલા જ ભાવ વધારો થયો છે, ત્યારે સાતમ-આઠમના તહેવારો દરમિયાન ખાદ્યતેલોના કેટલા ભાવ રહેશે તે જોવાનું રહેશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
