<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સાત દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા: વાપી સુરત વલસાડ નવસારી અને અમદાવાદમાં ધોધમાર વરસાદ

આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

અમદાવાદ: આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સંખ્યાબંધ સ્થળોએ ભારે વરસાદ પડ્યાના અહેવાલ મળે છે. વલસાડમાં બે કલાકમાં ૪ ઇંચ, વાપીમાં પણ બે કલાકમાં ૪ ઇંચ, સુરતમાં સવાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. તો અમદાવાદમાં બપોરે ૧૨ વાગ્યા પછી અનરાધાર વરસાદ છૂટી પડ્યો હતો. નવસારીમાં પણ ધોધમાર વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

(1:54 PM IST)