તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો 58મો શપથવિધિ સમારોહ યોજાયો
લાયન સેવંતીલાલ વોરા દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામના નવનિયુક્ત પ્રમુખ લાયન પરેશભાઈ દેસાઈ અને સેક્રેટરી લાયન જયંતભાઈ શાહને શપથ લેવડાવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ નો 58મો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં શપથવિધિ અધિકારી લાયન સેવંતીલાલ વોરા દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામના નવનિયુક્ત પ્રમુખ લાયન પરેશભાઈ દેસાઈ અને સેક્રેટરી લાયન જયંતભાઈ શાહને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
. આ ઉપરાંત વર્ષ 2024-25 ના ક્લબના વિવિધ પદાધિકારીઓને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિરમગામ પંચમુખી હનુમાનજી મંદિરના મહંત, બ્રહ્માકુમારીઝના ધર્મિષ્ઠા દીદી, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા, લાયન મેમ્બરો સહિત પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
