<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

અમદાવાદમાં ધોધમાર વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘાવી માહોલ

એસજી હાઈવે, સરખેજ, બોપલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ :બપોર સુધીમાં મધ્ય ગુજરાતના 7 તાલુકા અને ઉત્તર ગુજરાતના 4 તાલુકામાં વરસાદ

અમદાવાદમાં વાદળો ઘેરાયા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે. એસજી હાઈવે, સરખેજ, બોપલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી બપારે 12 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના 7 તાલુકા અને ઉત્તર ગુજરાતના 4 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
મધ્ય ગુજરાતમાં સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીના બે કલાકમાં અમદાવાદ જિલ્લામાં ધોલેરામાં 10 મિ.મી., આણંદમાં તારાપુરમાં 3 મિ.મી., સોજીત્રામાં 2, પેટલાદમાં 2 મિ.મી. જ્યારે ખેડાના કપડવંજમાં 2 મિ.મી., વડોદરા જિલ્લામાં પાદરામાં 10 મિ.મી. અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં હજી ચોમાસું જોઇ એવું જામ્યું નથી. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં અરવલ્લીના ધનસુરામાં 6 મિ.મી., મહેસાણાના જોટણામાં 2 અને કડીમાં 1 મિ.મી., ગાંધીનગરના દહેગામમાં 8 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(8:14 PM IST)