તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
સુરતના વરાછામાં ઝાડ તૂટીને રિક્ષા પર પડતા રિક્ષા ચાલકનું મોત
શહેરમાં વેહલી સવાર 6થી અત્યાર સુધીમાં શોર્ટ સર્કીટ તેમજ ઝાડ પડવાના 30 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા

સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. એવામાં સુરતના વરાછા વિસ્તારમાં એક ઝાડ ધરાશાહી થયું હતું. ઝાડ તૂટીને રિક્ષા પર પડ્યું હતું. જેમાં રીક્ષા બેસેલા રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી હતી. વિશાળકાય ઝાડ પડતા રિક્ષાનો કચ્ચરધાણ વળી ગયો હતો. મહત્ત્વનું છે કે, સુરત શહેરમાં વેહલી સવાર 6થી અત્યાર સુધીમાં શોર્ટ સર્કીટ તેમજ ઝાડ પડવાના 30 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરતના વરાછા વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ વરાછા ફૂલ માર્કેટ પાસે એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું હતું. વિશાળકાય ઝાડ તૂટીને ત્યાં રહેલી રિક્ષા પર પડ્યું હતું. જેથી રીક્ષાનો કચ્ચરધાણ વળી ગયો હતો.
વૃક્ષ તૂટીને રીક્ષા પર પડતા તેમાં સવાર રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલક સલાબતપુરા ઉમરવાડા ટેકરા વિસ્તારના રહેવાસી હનીફ શૈખ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રિક્ષાચાલકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. ફાયર વિભાગ દ્વારા ઝાડને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
