તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
અમદાવાદમાં મુશળધાર વરસાદ :શેલામાં સ્કાય સિટી રોડ પર મસમોટો ભૂવો પડ્યો:જુઓ વિડિઓ
તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી:સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો

અમદાવાદના સૌથી ઝડપી ડેવલપ થતાં શેલા વિસ્તારમાં ભારે વરસાદ થતાં તંત્રની પોલી ખુલી છે. બપોર પછી મુશળધાર વરસાદ થતાં શેલામાં ક્લબ O7 નજીક સ્કાય સિટી રોડ પર મોટો ભૂવો પડ્યો હતો. જેના દૃશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. થોડાક સમય પહેલાં જ નવાં બનાવેલા રોડ પર મોટો ભૂવો પડતાં તંત્રની કામગીરીની પોલ ખુલી છે.આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી અમદાવાદ સિટીમાં 2.44 ઈંચ વરસાદ થયો છે.
આજે અમદાવાદના અનેક વિસ્તારમાં બપોર પછી ભારે વરસાદ શરૂ થયો હતો. જેને લીધે કેટલાક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. શેલામાં ક્લબ O7 રોડ પર સ્કાય સિટી રોડ પર થોડાક સમય પહેલાં જ નવો બનાવેલા રોડમાં મોટો ભૂવો પડ્યો હતો. જેનો વીડિયો એક નાગરિકે તેના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જ્યારે ભૂવો પડ્યો ત્યારે રોડ પર કોઈ અવરજવર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. આ ઉપરાંત તંત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી છે. આ ઘટનાને લીધે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
