તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
નર્મદા જિલ્લામાં જુલાઈના અંતમાં યોગ કોર્ડીનેટર હેતલ ગાંધી દ્વારા નિશુલ્ક યોગ કોમ્પિટિશન યોજાશે
હેતલ ગાંધી છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં યોગ કોર્ડીનેટર તરીકે કામગીરી કરે છે: શાળા, કોલેજ સહિતના યોગમાં રસ ધરાવતા ૯ વર્ષથી લઈ ગમે તેટલા મોટા વ્યક્તિઓ આમાં ભાગ લઈ શકે છે: આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે હેતલબેન ગાંધી મો. નં. 99250 18547 પર નામ નોંધાવી શકો છો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા યોગ દિવસની વિદેશમાં પણ ઘણી ચર્ચા થઈ અને વિદેશીઓ પણ યોગ દિવસ મનાવતા થયા છે ત્યારે આપણા દેશનું અનુકરણ હવે વિદેશોમાં પણ જોવા મળ્યું છે. ત્યારે યોગ ભગાવે રોગના સૂત્ર સાથે અનેક જીલ્લાઓમાં યોગ પર ભાર મૂકવામાં આવે છે જેમાં છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં યોગ કોર્ડીનેટર તરીકે કામ કરતા હેતલબેન પ્રદીપભાઇ ગાંધી યોગ બાબતે ખાસ રસ દાખવી લોકો ના સ્વાસ્થયની ચિંતા કરી વિના મૂલ્યે યોગ કોમ્પિટિશન કરાવવા જઈ રહ્યા છે ત્યારે આ કોમ્પિટિશનમાં નવ વર્ષથી લઈને કોઈપણ ઉંમરના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે અને ભાગ લેવા માટે હેતલબેન ગાંધી સંપર્ક નંબર : 99250 18547 ઉપર રસ ધરાવતા વ્યક્તિઓ ભાગ લેવા નામ નોંધાવી શકે છે. આ કોમ્પિટિશન આગામી જુલાઇ મહિનાના અંત સુધીમાં યોજાનાર હોય ભાગ લેવા ઈચ્છતા વ્યક્તિઓ એ ઉપર આપેલા સંપર્ક નંબર પર નામ નોંધાવવા જણાવાયું છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
