તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
તિલકવાડાના રોઝનાર ગામની સીમમાં વ્હેમિલા પતિએ પત્નીને દંડા વડે માર મારી મોતને ઘાટ ઉતારી
ખોટું બહાનું બતાવી પત્નીને પોતાના ખેતરે લઈ જઈ હત્યા કરી લાશને ત્યાજ સળગાવી પોલીસમાં પત્ની ગુમ થયાની ખોટી જાણ કરી બચવાનો પ્રયાસ કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રોઝનાર ગામની સીમમા ખોટો વ્હેમ રાખી પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
મળતી માહિતી અનુસાર કૈલાશબેન ખુમાનસિંહ તડવી નાઓ એ આપેલ ફરિયાદ મુજબ હત્યારા પતિ કંચન ભાઇ ડાહ્યાભાઇ તડવીએ પોતાની પત્નિ લલીતાબેન તડવી ઉ.વ-૪૧ ના પર પુરુષ સાથે આડા સબંધ રાખતા હોવાનો વહેમ રાખીને તા.૨૬/૦૫/૨૦૨૪ના રોજ પોતાના રોઝનાર ગામની સીમમા આવેલ ખેતરમાં પાકીટ ખોવાય ગયેલાનુ ખોટું બહાનું બતાવીને ખેતરે લઇ જઇ લાકડાના ડંડાથી માથાના પાછળના ભાગે બે સપાટા મારી ઇજા પહોચાડી મોત નીપજાવી કોઇને ખબર ન પડે તે માટે લલીતા બેનની લાશને ખેતરમા જ લાકડા ભેગા કરી સળગાવી દઈ લાશનો નિકાલ કરી પોતે ગુન્હો કરેલ હોવાનું સારી રીતે જાણવા છતા પોલીસ સ્ટેશન ખાતે આવી લલીતાબેન ગુમ થયા અંગેની ખોટી જાહેરાતની આપી ગુનો કરતા તિલકવાડા પોલીસે હત્યારા પતિ હત્યા નો ગુનો દાખલ કર્યો છે.
તિલકવાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. લટા ની ચપળતા અને અનુભવના આધારે તેમણે આ ગુમ જાણવા જોગ ફરિયાદમાં ઝીણવટભરી તપાસ કરતા પત્નીનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાંથી હાડકા સહિતનો સામાન કબ્જે લઈ ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં પતિ એ હત્યા કરી પુરાવાનો નાશ કરવા આ યુક્તિ વાપરી હોવાનું કબુલતા હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. આમ એક પોલીસ અધિકારી એ પોતાની આવડત ના આધારે આ ગુનો ડિરેકટ કરવામાં સફળતા મેળવી છે
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
