તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ગરુડેશ્વર APMCના એક કરોડના હોટલ કૌભાંડમાં જિલ્લા રજીસ્ટરએ પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી કરી
જિલ્લા રજીસ્ટરએ ગરુડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધવા કાર્યવાહી કર્યાના બે મહિના બાદ પણ હજુ પોલીસે ફરિયાદ કેમ નોંધી નથી તેવા સવાલ ઉઠ્યા:ઝાબાજ અધિકારી જિલ્લા રજીસ્ટર અભિષેક સુવા એ રાજકીય કાવાદાવા વચ્ચે હિંમત દાખવી હોટલ ખાલી કરાવી પોલીસ ફરિયાદ માટે પગલાં લીધા ત્યારે હવે પોલીસ કોના દબાણ માં છે..?!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાની ખેત ઉત્તપન્ન બજાર સમિતિમાં ખેડૂત તાલીમ કેન્દ્રની સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કરી નીતિ નિયમ કાયદાને અભરાઈએ ચડાવી દઈ તાલીમ કેન્દ્રને બદલે વૈભવી હોટલ બનાવી દેતા અને જિલ્લા રજિસ્ટ્રારની તપાસના પગલે સરકારે ગરુડેશ્વર APMCની સંચાલક સમિતિને પદચ્યુત કરી વહીવટદારની નિમણુંક કર્યા બાદ હોટલ ખાલી કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ ગરુડેશ્વર APMC ને સરકારી યોજના હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવા રૂ.એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ના વર્ગ -3 ના એક કર્મચારી તેમજ ગાંધીનગર સહકાર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ બજાર સમિતિના ચેરમેનની મીલીભગતમાં કાયદાની ઐસી કી તૈસી કરી મોટી હોટલ બનાવી દેતા આ સમગ્ર કૌભાંડ અંગે કમિટીના સભ્ય રમણભાઈ ભીમાભાઇ તડવી એ જિલ્લા રજિસ્ટ્રાર ને જાણ કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થતા જિલ્લારજીસ્ટ્રારે તપાસ કરી ગાંધીનગર અહેવાલ મોકલતા તંત્ર ચોકી ઉઠ્યું હતું. અને કડક કાર્યવાહી કરી ગરુડેશ્વર એપીએમસી સમિતિને બરખાસ્ત કરી વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રારની નિમણુંક કરવામાં આવી હતી ત્યારબાદ હોટલ ખાલી કરવા ખેડૂતોની માંગ હોવાથી આ મુદ્દે વહીવટદાર દ્વારા કાર્યવાહી કરતા આ હોટલ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી અને ઝાબાઝ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા એ રાજકીય કાવાદાવા વચ્ચે પણ હિંમત દાખવી હોટલ ખાલી કરાવી હતી.
જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા એ જણાવાયું કે આ કેસમાં સરકારી ગ્રાન્ટનો ખોટો ઉપયોગ કરવા બાબતે જે લોકો આમાં સંડોવાયેલા છે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા એ ફરિયાદ માટે ની જરૂરી કાર્યવાહી કરવા ગરુડેશ્વર પોલીસ ને જાણ કરી હતી પરંતુ આ વાતને લગભગ બે મહિના જેવો સમય વિતી જવા છતાં પોલીસે કોઈજ ફરિયાદ દાખલ કરી નથી. તો શું પોલીસ પણ કોઈ રાજકીય દબાણ માં છે.? તેવા પ્રશ્નો ઉઠ્યા છે.
ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરમારના જણાવ્યા મુજબ જિલ્લા રજીસ્ટ્રારમાંથી ફરિયાદ દાખલ કરવા અમને જાણ થઈ છે પરંતુ અમારે ફરિયાદ માટે જોઈએ એ વિગતો નો અહેવાલ અમને હજુ પૂરેપૂરો મળ્યો નથી આખો અહેવાલ મળશે ત્યારબાદ ફરિયાદ દાખલ થશે. અધૂરી વિગતો માં અમે ફરિયાદ દાખલ ના કરી શકીએ.
જ્યારે આ બાબતે જિલ્લા રજીસ્ટ્રાર અભિષેક સુવા એ જણાવ્યું કે પોલીસને કોઈ વિગત ઘટતી હોય તો અમને લેખિત માં જાણ કરવી જોઈયે અમારી પાસે પોલીસ વિભાગ માંથી કોઈ લેટર આવ્યો નથી. જાણ કરે તો અમે ઘટતી વિગતો આપીશું
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
