તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ડેડીયાપાડાના મેડીયાસાગ ગામ પાસે આઇસાર ગાડીમાં આગ લાગતાં રૂપિયા ૬૭,૩૨,૮૬૦ નું નુકશાન
ગાડીમાં શર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અંદર ભરેલો સામાન સહિત આઈસાર ગાડીને મોટું નુકશાન થયું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ ગામની સીમમાં આવેલ વળાંક પાસે આઇશર ગાડીમાં આગ લાગતાં લાખોનું નુકશાન થતા ચાલકે ડેડીયાપાડા પોલીસમાં જાણ કરી છે
મળતી માહિતી અનુસાર ચાલક શેખ સદ્દામ રશીદ(રહે, નાગપુર (મહારાષ્ટ્ર) નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમની આઇસર ગાડી નં. MH-40- CT-3220 શોટ સર્કીટના કારણે આઇસર ગાડી આગ લાગી જતા આઇસર ગાડીને આશરે રૂ.૨૮,૨૦,૦૦૦/-જેટલાનુ નુકશાન થયું છે અને ગાડીમાં ભરેલ માલસામાન જેમાં (૧) કે.બી.એચ.ટ્રાન્સપોર્ટ તરફથી ભરેલ જોહસન કેબ ઇલેકટ્રીકસ પ્રાઇવેટ કંપની મહેસાણાના કેબલ ડ્રમ નંગ-૫ જેની કિ.રૂ.૧૨,૪૫,૦૪૧ તેમજ (૨) ગ્રીનલાઇન લોજીસ્ટીક કંપની તરફથી ભરેલ યુનીફેલ્કસ કંપની લખતરનો સિરામિક ફાયબર જેની કિ.રૂ.૨,૯૮,૦૪૭ તેમજ (૩) જીઓ સેફ કેરીયર તરફથી ભરેલ માલસામાન શ્રી હંસ એલોયસ લીમીટેડ. ધોળકાનુ કાસ્ટીન જેની કી.રૂ.૧૩,૮૭,૬૮૦/- (૪) ક્રીસંગ કાર્ગો કેરીયર તરફથી આઇ.એસ.કે.સર્વિસ પરચુરણ કાર્ટુન ભરેલ હોય આ તમામ સામાનને આગ લાગી જતા કી.રૂ. ૯,૮૨,૦૯૨ જેટલાનુ નુક્સાન થયેલ છે. આમ, આઇસર ગાડી નં. ગાડી નં. MH-40-CT-3220 અને ગાડીમાં રહેલ માલસામનના કુલ કી.રૂ. ૬૭,૩૨,૮૬૦ જેટલાનુ નુકશાન થયું હતું
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
