તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
નાવરા ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો સીઝ કર્યા બાદ અધિકારીએ આપી રાહત : હવે કાર્ડ ધારકોને જથ્થો મળશે
નાવરા ગામની આ દુકાન માં ૩૦૦ થી વધુ કાર્ડ ધારકો પૈકી માત્ર ૧૫ જેવા ગ્રાહકોને અનાજ અપાયું હતું. બાકી ના કાર્ડ ધારકોનું શું તેવા સવાલ ઉઠ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં આવેલી પંડિત દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનમાં રાજપીપળા પ્રાંત અધિકારી નાવરા ગામના કાર્યક્રમ માં હાજરી આપવા ગયા ત્યાં એક ગ્રાહકે અનાજ આપતા નથી તેવી ફરિયાદ કરતા પ્રાંતે આ દુકાન ની વિઝીટ કરી અને ત્યાં જાણવા મળ્યું કે ફરિયાદ કરનાર ગ્રાહકનું APL કાર્ડ છે જેમાં અનાજના મળે તેમજ ઘણા સમયથી આ કાર્ડ બંધ પણ છે. ત્યારબાદ દુકાન માં અનાજની ચકાસણી થઈ જેમાં અમુક જથ્થો વધુ નીકળતા આખો જથ્થો સિઝ કરાયો હતો.
મળતી માહિતી મુજબ આ દુકાનદાર પાસે ૩૦૦ થી વધુ કાર્ડ ધારકો છે એ પૈકી માત્ર ૧૫ જેવા જ ગ્રાહકો જૂન મહિનાનો જથ્થો લઇ ગયા હતા જ્યારે બાકી રહી ગયેલા કાર્ડ ધારકો ને જુન મહિના નો જથ્થો કોણ આપશે તેવા સવાલ અમારા રાજપીપળા પ્રતિનિધિ એ પ્રાંત અને પુરવઠા નાયબ મામલતદાર ને કરતા પ્રાંતે વળતાં જવાબમાં જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારી એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે..જોકે જિલ્લા પુરવઠા અધિકારી નો છેલ્લો દિવસ હોય તેઓ નિવૃત્ત થવાના હોવાથી નાવરાની આ દુકાનના બાકી કાર્ડ ધારકો બાબતે મુંજવણ ઉભી થતા અમારા રાજપીપળા પ્રતિનિધિ ના સવાલ બાદ અધિકારી એ આખરે આ દુકાનદાર ને રાહત આપી અને જે વધારાનો જથ્થો હતો એ જ ખાલી સીઝ રાખ્યો, બાકીનો જથ્થો રિલીઝ કરતા આ દુકાનદાર બાકીના કાર્ડ ધારકો ને જથ્થો આપશે. આમ વિઝીટ માં ગયેલા અધિકારી એ આખરે બાકી રહી ગયેલા ગ્રાહકો ના હીત માં આ નિર્ણય લીધો હતો
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
