News of Sunday, 30th June 2024
તરોપા પ્રાથમિક શાળામાં મહાનુભાવોના હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી બળદેવભાઈ પરમાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર અને કિરણબેન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય અનિલ વસાવા દ્વારા સૌપ્રથમ પધારેલ મહેમાનોનું પુસ્તક અને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શાળા તરોપા ખાતે આંગણવાડીમાં 2 બાળકો, બાલવાટિકામાં 11 બાળકો અને ધોરણ-1 માં 7 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ તકે શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતા સતિષભાઈ પટેલનું સન્માન પણ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે કરવામાં આવ્યું હતો. ભારતીબેન વસાવા આ શાળામાં અભ્યાસ કરીને પોતાના જીવનમાં સફળતા મેળવીને શિક્ષક તરીકે નિવૃત થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી, CHO, આરોગ્ય કર્મચારી, SMC ના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કિરણબેન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી, નર્મદા એ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જે બાળકોના હિત માટે અમલમાં મૂકવામાં આવી છે તેના વિશે ખાસ ચર્ચા કરી હતી. ત્યારબાદ શાળામાં બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ પર બાળકો સાથે મહેમાનો એ ફોટોગ્રાફ પણ લીધા હતા. અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
