News of Sunday, 30th June 2024
નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા. શાળામાં ૭૦ શિક્ષકોની જગ્યા ઘણા વર્ષોથી ખાલી...આવી રીતે ભણશે ગુજરાત..
માધ્યમિક-ઉ.માધ્યમિક વિભાગમાં શિક્ષકો, ક્લાકૅ-કારકુન અને સેવક મિત્રોની અછત : શિક્ષકોનો ઘટનો મુદ્દો સત્તાપક્ષ કે વિપક્ષની નેતાગીરી ઉઠાવશે તે પેચીદો પ્રશ્ન....?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:જૂન મહીનાથી નવા શૌક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળાપ્રવેશોત્સવ કાયઁકમ થકી શાળામાં નવા પ્રવેશ કરનાર વિધાર્થીઓને આવકાર આપવામાં આવે છે. અભ્યાસક્રમને લગતી તમામ સાધન સામગ્રીનું વિતરણ કરાય છે. મુખ્યમંત્રીથી લઇને ગ્રામ પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ-અધિકારીઓ આ કાયઁકમમાં જોડાય છે.જે આનંદની બાબત છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રાથમિક શાળા અને ૨૧ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ શાળાપ્રવેશોત્સવના કાયઁકમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત ૧૧૦ પ્રાથમિક શાળામાં ૭૦ શિક્ષકો અને ૨૧ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલમાં ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. ક્લાકૅ-કારકુન અને સેવક મિત્રોની જગ્યા પણ વષૉથી ખાલી છે.તો શાળા પ્રવેશોત્સવના કાયઁકમમાં જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ ને શિક્ષકોની ઘટ વિશે જાણવા મળ્યું હશે. મોટે ભાગની પ્રા.શાળાઓ નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત છે. પ્રા.શાળાઓમાં ૭૦ શિક્ષકોની ઘટ હોવાથી શૌક્ષણિક કાયઁ કેવી રીતે ચાલતું હશે... એ તપાસનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેત્રંગ તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો રાજ્ય સરકાર સામે સત્તાપક્ષ કે પછી વિપક્ષની નેતાગીરી ઉઠાવશે કે આમજ ગાડુ ગબડશે તેવા પ્રશ્નો હલ લોકોના મુખે ચર્ચામાં છે
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
