News of Sunday, 30th June 2024
ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે એવા આશયથી સાગબારા તાલુકામાં કાર્યક્રમ થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે એવા શુભ આશયથી દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું..જેમાં સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન સુભાષભાઈ વસાવા દ્વારા ખોચરપાડા, મોટી પરોડી અને બર્કતૂરા પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને સ્ટેશનરી કીટ અને પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો સાથે વાલીઓ અને શિક્ષકો સાથે શિક્ષણને લગતી ચર્ચાઓ કરી તથા કાર્યક્રમને અંતે ત્રણેય શાળાઓમાં ચંપાબહેનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આમ સાગબારાના શૈક્ષીક મહાસંઘના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની જણાવાયુ છે
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
