<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાલ્દા ગામ પાસેથી વિદેશી દારૂ નો રૂ.૬,૩૩,૬૦૦/નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં લાવતો હોય જેની બાતમી LCB  નર્મદાને મળતા પોલીસે ઉત્તરપ્રદેશના ચાલાક ને 6.33 લાખનો દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ચૂંટણી પૂર્ણ થતા બધી ચેકપોસ્ટો ખુલ્લી મુકાઇ હશે એમ સમજી મોટી માત્રામાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવા ઇચ્છતા  બુટલેગરોના મનસૂબા પર નર્મદા પોલીસે પાણી ફેરવી દીધું છે.  
મહારાષ્ટ્ર થી અંકલેશ્વરમાં વિદેશી દારૂનો મોટો જથથો લાવતા ચાર અંકલેશ્વરના નબીરા ને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે મોટા કન્ટેનરમાં વધુ વિદેશી દારૂ ઘૂસાડવા જતા નર્મદા LCB પોલીસે કન્ટેનરને ઝડપી રાજ્યમાં વેચવા જઈ રહેલ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. LCB પી.આઈ આર.જી.ચૌધરીએ તેમના સાથી જે.આર.ડામોર, પો.સ.ઇ. AHTU નર્મદા.અને ટીમ સાથે જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી એલ.સી.બી. નર્મદા નાઓને બાતમી મળેલ કે, સાગબારા તરફથી એક આઇસર કન્ટેનર વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડા તરફ આવતો હોઇ જે બાતમી ના આધારે એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી અંગેની વોચમાં હતા ત્યારે ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના રાલ્દા ગામે પોલીસે નાકાબંધી દરમ્યાન બાતમીવાળી આઇસર કંન્ટેનર આવતા જેને રોકી તેની તપાસ કરતાં ભારતીય બનાવટની અલગ-અલગ કંપનીના બીયર ટીન નંગ-6336ની કુલ કિ.રૂ.6,33,600 નો મુદ્દામાલ આઇસર કન્ટેનર ચાલક રિઝવાન સિરાઝ અહમદ મીરીયાસી રહે. બની, જામા મસ્જીદ પાસે, પો. કાસીમીર, તા.સલોન જી.રાયબરેલી (ઉત્તરપ્રદેશ)નાને ઝડપી પાડી તમામ પ્રોહીબીશનનો માલ જપ્ત કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે


 

(12:02 AM IST)