News of Monday, 1st July 2024
વહેલી પરોઢે એસપી રિંગ રોડ પર ફોર્ચુનર અને થાર કાર વચ્ચે અકસ્માત: 3 લોકોના મોત:ફોર્ચુનરમાંથી દારૂની બોટલ મળી : જુઓ વિડીયો
બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે સવારે પાંચ વાગ્યે ફોર્ચુનર અને થારની ટક્કરે અકસ્માત મૃતકોમા ૩૨ વર્ષના અજીત કાઠીનો સમાવેશ: વિરમગામમા કોર્પોરેટેરની હત્યાનો આરોપ છે, હમણા જામીન ઉપર છૂટ્યો હતો.

અમદાવાદના SP રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે વહેલી સવારે 5 વાગ્યે ફોર્ચુનર અને થાર કાર વચ્ચે એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પોલીસે બંને કારની તપાસ કરતા ફોર્ચુનર કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. મહત્ત્વનું છે કે, પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, SP રિંગ રોડ પર બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે સવારે પાંચ વાગ્યે ફોર્ચુનર અને થારની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ચુનર કારમાં સવાર 2 અને થાર કારમાં સવાર 1 વ્યક્તિનું મોત થયું છે અને ઈજાગ્રસ્ત થયેલાં 6 લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને કારમાં તપાસ કરતાં ફોર્ચુનર કારમાંથી દારુની બોટલો મળી આવી હતી. આ પછી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થાર કારમાં સવાર મૃતકોમાં અજિત ભરત કાઠી, (ઉ.વ. 30) ( રહે, વિરમગામ) મનીષ ભગવતીપ્રસાદ ભટ્ટ( ઉ.વ. 54) ( રહે, સાબરમતી) જયારે ફોર્ચુનર કારમાં સવાર મૃતક ઓમપ્રકાશ, (ઉ.વ. 37) જયારે રાજેન્દ્ર સાહુ, ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે
વધુમાં જાણવા મળ્યા મુજબ આ ઘટનામા ફોરચ્યુનરમા દારૂનો જથ્થો હતો. મૃતકોમા ૩૨ વર્ષના એ અજીત કાઠીનો સમાવેશ થાય છે કે જેના ઉપર વિરમગામમા કોર્પોરેટેરની હત્યાનો આરોપ છે, હમણા જામીન ઉપર છૂટ્યો હતો.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
