News of Monday, 1st July 2024
રાત્રે રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફલેગ માર્ચ
રૂટ પર 100થી વધુ પોલીસની ગાડીઓ પહોંચી :સમગ્ર રૂટ પર કોઈપણ પ્રકારની અડચણ ના થાય તે માટે ફ્લેગમાર્ચ

અમદાવાદમાં હવે રથયાત્રાના બસે થોડાક દિવસો બાકી છે તે ભાગ રૂપે અમદાવાદના પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ પોલીસ દ્વારા કાલે રાત્રે રથયાત્રાના રૂટ પર ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. તે ભાગ રૂપે 100 થી વધુ પોલીસ વાહનો તેમાં જોડાયા હતા.
અમદાવાદમાં 147 રથયાત્રાના યોજાશે. તે ભાગરૂપે શહેરમાં કોઈપણ પ્રકારનો અબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે. અને અમદાવાદના દરેક જગ્યાએ પોલીસ દ્વારા સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. તે ભાગરૂપે કાલે રાત્રે અમદાવાદના કમિશ્નર જી.એસ મલીક અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર એક ફલેટ માર્ચ યોજવામાં આવી હતી. જે ભાગરૂપે 100થી વધુ પોલીસની ગાડીઓ ત્યા હજાર રહી હતી. સમગ્ર રૂટ પર કોઈપણ પ્રકારની અડચણ ના થાય તે માટે આ ફલેગ યોજવામાં આવી હતી. અને સમગ્ર રૂટનો ચકાસણી કરવામાં આવી હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
