તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન : ર૧૪ તાલુકામાં હળવો-ભારે વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ હેત વરસાવ્યું

રાજકોટ, તા. ૧ : ગુજરાતમાં રવિવારના રોજ મેઘરાજા મહેરબાન થયા હતા. મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જુનાગઢના માણાવદરમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. ત્યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં રવિવારના રોજ કુલ ૨૧ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં પલસાણામાં ૨૧૧ મીમી, માણાવદરમાં ૨૧૦ મીમી, મહુવામાં ૧૭૧ મીમી, વંથલીમાં ૧૫૪ મીમી, દ્વારકામાં ૧૫૦ મીમી, બારડોલીમાં ૧૪૯ મીમી, કુતિયાણામાં ૧૪૬ મીમી, ઓલપાડમાં ૧૪૪ મીમી, કામરેજમાં ૧૪૩ મીમી, સુરત શહેરમાં ૧૩૮ મીમી, મુંદ્રા અને વાપીમાં ૧૨૯ મીમી, મેંદરડામાં ૧૨૮ મીમી, કપરાડા અને બાબરામાં ૧૧૩ મીમી, ભેસાણમાં ૧૧૧ મીમી, વલસાડમાં ૧૧૦ મીમી, ભરૂચમાં ૧૦૯ મીમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૧૦૬ મીમી અને વિસાવદરમાં ૧૦૩ મીમી વરસાદ ખાબકયો છે.
આ સાથે જ ગઈકાલે કુલ ૬૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ જ્યારે અન્ય ૧૫૪ તાલુકામાં સામાન્યથી ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબકયો હતો. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી હતી.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
