તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
આજે સવારે ગુજરાત-સૌરાષ્ટ્રના ૧ર૦ તાલુકામાં હળવો ભારે વરસાદ
ખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાએ નદી બની હોય તેવા દ્રશ્યો

અમદાવાદ, તા. ૧: ગુજરાતમાં રવિવારથી મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આજે સોમવારે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે સવારે બે કલાકમાં કુલ ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.
આજે સવારે (પહેલી જુલાઇ) ૬.૦૦થી ૮.૦૦ વાગ્યા સુધીમાં બે કલાકમાં કુલ ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ ૪.૬૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે બે કલાકમાં વિસાવદરમાં ત્રણ ઇંચ, કાલાવાડમાં ૨.૮ ઇંચ તથા ધોરાજી, વંથલી, ઉપલેટા, કલ્યાણપુરમાં બે ઇંચ અને તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.
બે કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ ૪.૬૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના રસ્તોઓ ધસમસતી નદી બની ગઇ હોય તેવા દ્રશ્યો છવાયા છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોડિનાર, કેશોદ, જેતપુર, જામકોંદ્રાણા, મેંદ્રાણા, હાંસોટ, માંગરોલ, સુત્રાપાડા, પડઘરી, જુનાગઠ, કુતિયાણા અને માણાવદરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. ગતમોડી રાત્રીથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ થયો છે.
૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કુલ ૨૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ ૮.૪૪ ઇંચ વરસાદ ખાબકયો છે. આ સાથે જુનાગઢના માણાવદરમાં ૮.૪૦ ઇંચ, સુરતના મહુવામાં ૬.૮૪ ઇંચ, જુનાગઢના વંથલીમાં ૬.૧૬ ઇંચ, દેવભૂમિ દ્વારકામાં ૬ ઇંચ, બારડોલીમાં ૬, પોરબંદરના કુતિયાણામાં ૫.૮૪, સુરત ઓલપાડમાં ૫.૭૬, કામરેજ ૫.૭૪, સુરત ૫.૫૨ ઇંચ, મુંદ્રા ૫.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વાપી, મેંદ્રરાણા, કપરાડા, અમરેલીના બાબરામાં, ભેસાંણ, વલસાડ, ભરૂચ, જુનાગઢ, જુનાગઢ શહેર, વિસાવદરમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
