<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

અમદાવાદમાં વરસાદના કારણે ઘાટલોડીયામાં સોસાયટીમાં લોકોના ઘર પાણી ઘૂસ્યા

કેટલીક સોસાયટીમાં ઘરની ઘરવખરી ભીની થઈ ગઈ. અને કેટલાક લોકોના વાહનો પાણીની ડૂબી ગયા


અમદાવાદમાં હાલ વરસાદ ચાલુ છે. તે ભાગરૂપે અમદાવાદમાં આજે વરસાદ પડવાના કારણે ઘાટલોડીયા કેટલીક સોસાયટીમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે. તેથી ત્યા રહેતા લોકોને હાલ ખરાબ થઈ ગઈ છે.
અમદાવાદના થોડા વરસાદ પડતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર આવી રહ્યા છે. અને કેટલીક જગ્યાએ તો રસ્તા ઉપર ભૂવા પડી રહ્યા છે. કાલે રવિવારે અમદાવાદમાં આખો દિવસ વરસદા પડવાથી કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી  ભરાઈ ગયા છે. જેમ કે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અલ્કાપુરી સોસાયટીમાં વરસાદ પડવાથી ઘરોના અંદર પાણી ભરાઈ ગયા છે. તેથી તે સોસાયટીમાં રહેતા લોકો ત્રાહીપામ પોકારી ગયા છે. અને ઘરમાં રહેલી બધી વસ્તુ ભીની થઈ ગઈ છે. અને કાલથી તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં ઘરની ઘરવખરી ભની થઈ ગઈ છે. અને કેટલાક લોકોના વાહનો પાણીની ડૂબી ગયા છે. તેથી અમદાવાદ સ્માર્ટ સીટીનો દરજ્જો ખાલી નામ ખાતર આપ્યો હોય તેવુ લાગી રહ્યું  છે. અમદાવાદમાં  ખાલી ત્રણ ઈંચમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.

(1:08 PM IST)