<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કેનેડાના વિનીપેગની હોસ્‍પિટલના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે મુળ ગુજરાતી એવા હેમંતભાઇ શાહની નિમણુંક

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૧ : કેનેડાના વિનીપેગની ૧૫૦ વર્ષ જૂની સેન્‍ટ બોનીફેસ હોસ્‍પિટલના બોર્ડ ઓફ ડાયરેક્‍ટરમાં પ્રથમ ગુજરાતી બિઝનેસમેન હેમંતભાઈ શાહની વરણી કરવામાં આવી છે.

કેનેડા ભારતના ટ્રેડમાં પાંચ દાયકાથી યોગદાન આપનારા ગુજરાતી બિઝનેસમેન હેમંતભાઈ શાહ જણાવે છે કે,આ નિમણુંક થવી એ મારા માટે ગર્વની વાત છે. આ હોસ્‍પિટલ મારા માટે દિલથી નજીક એટલે છે કે ત્રણ વર્ષ પહેલા આ હોસ્‍પિટલમાં મને નવો જન્‍મ મળ્‍યો અને પછી ૩૦ દિવસ હોસ્‍પિટલમાં સારવાર માટે રહ્યો હતો, પછી ત્‍યાં જોયું હોસ્‍પિટલને શું જરૂર છે. સાજા થયા બાદ મેં વોલેન્‍ટિયર તરીકે ને પે-બેક કરવાની દિશામાં કાર્યવાહી ચાલુ કરી અને મેં હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ, હેલ્‍થકેર વર્કર, ડોક્‍ટરને શું તકલીફ પડે છે, પેશન્‍ટને શું તકલીફ પડે છે તે જોતો ગયો અને એક વોલન્‍ટિયર તરીકે સુધારા અંગે ધ્‍યાન દોરતો હતો.

અને હવે કેનેડાના વિનીપેગની બોનીફેસ હોસ્‍પિટલના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સમાં આવ્‍યા પછી મારું ફોકસ એ જ રહેશે કે, કેવી રીતે પેશન્‍ટ ડોક્‍ટર અને હેલ્‍થ કેર ટીમની આત્‍મીયતા વધે. હોસ્‍પિટલને નવા ઇક્‍વિપમેન્‍ટ ટેકનોલોજીની શું જરૂર છે તેની ડોનેશન ડ્રાઇવ કરીશું . કેનેડામાં આપણા ભારતીય ડોક્‍ટરોની ટીમ ઘણી છે,

માતૃભૂમિને ફાયદો થાય અને કર્મભૂમિને પણ ફાયદો થાય એ બાબત પર હું ધ્‍યાન કેન્‍દ્રિત કરીશ. વેસ્‍ટર્ન ઇન્‍ડિયા એટલે કે મુંબઈ- ગુજરાતને જોડતી પ્રાઇવેટ હોસ્‍પિટલો અને કેનેડામાં સેન્‍ટ બોનીફેસ હોસ્‍પિટલ જોડે લીન્‍કેજનો મારો પ્રયાસ રહેશે.

(1:35 PM IST)