<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

મહિલા પીએસઆઇ નિલમબેન મારૂની પોલીસ ચોકીમાં જ લાંચ લેતાં ધરપકડ

વેપારી વિરૂધ્‍ધ પાર્કિંગ અંગેની અરજી આવી હોઇ ગુનો દાખલ નહિ કરવાના બદલામાં લાંચ માંગી હતી સુરત એસીબીને ફરિયાદ મળતાં સફળ છટકુ ગોઠવાયું

સુરત તા. ૧: અહિના અડાાજણ પોલીસ સ્‍ટેશનના મહિલા પીએસઆઈ પાંચ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં. અડાજણ પોલીસ મથકની હદમાં આવતી સૌરભ પોલીસ ચોકીમાં આ મહિલા પીએસઆઇ ફરજ બજાવે છે. દુકાનદાર વિરૂધ્‍ધ ર્પાકિંગની અરજી આવી હોઇ તે અંતર્ગત એફઆઇઆર દાખલ નહિ કરવાના બદલામાં પાચ હજારની લાંચ માંગી હતી. દુકાનદાર લાંચ આપવા ન ઇચ્‍છતા હોઇ એસીબીને જાણ કરતાં એસીબી સુરતના મદદનીશ નિયામક આર. આર. ચોૈધરીની રાહબરીમાં પીઆઇએસ. એચ. ચોૈધરી અને ટીમે છટકુ ગોઠવી પોલીસ ચોકીમાં જ મહિલા પીએસઆઇ નિલમબેન જયંતિભાઇ મારૂને લાંચ લેતાં રંગેહાથ પકડી લઇ ગુનો દાખલ કરાવ્‍યો હતો. બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

(1:57 PM IST)