<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

એ બનાવટી નોટોનાં માસ્‍ટર માઇન્‍ડ કોણ? ઓરિસ્‍સાથી ગુજરાત વાયા સુરત આવેલ ગાંજાના પેડલરો કોણ? ૩૨ વર્ષ પહેલા મુંબઇથી આવેલ ત્રણ રિવોલ્‍વરનો કયાંય ઉપયોગ થયો છે કેમ? રહસ્‍ય શોધવા SOG ઉંધા માથે

ડ્રગ્‍સ માફીયાઓ, ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી, હથિયાર સોદાગર, અર્થતંત્રને ખોખલુ કરતા બનાવતી નોટોના આકાઓ વિગેરે સામે અનુપમસિંહ ગેહલોતે જાતે મોરચો સંભાળતા ધમધમાટ : પીઆઇ અશોક ચૌધરી સાથે પીઆઇ અતુલ સોનારા જોડાતા ડબલ એન્‍જિન જેવી તાકાત, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત્‌, ડીસીપી રાજદીપસિંહ નકૂમના માર્ગદર્શનમાં બંને પીઆઇનાં નેતૃત્‍વમાં પીએસઆઇ એ.પી.જેબલિયા આખો સ્‍ટાફમાં નવી ઉર્જાનો સંચાર

રાજકોટ તા. ૧: સુરતમાં એમડી ડ્રગ્‍સ માટે સહુથી જોખમી ગણાતા અને યુવાધનને બરબાદ કરતા આ દૂષણ સામે મુકાબલો કરવામાં સફળ રહી લોકોની લાગણી જીતનાર પીઆઇ અતુલ સોનારાની કાબેલિયત ધ્‍યાને રાખી ડ્રગ્‍સ માટે ૨૪×૭ કાર્યરત એવી જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં અશોક ચોધરીનાં નેતૃત્‍વ હેઠળની એસઓજીમાં ડબલ એન્‍જીનની તાકાત લગાડી આ યુવાધનને બચાવવા, ભારતના બનાવટી પ્રમાણપત્ર દ્વારા બાંગ્‍લાદેશથી ઘૂસણખોરી, હથિયાર હેરફેર , સાગર સુરક્ષા જેવાં કાર્ય કરતી આ ટીમની તાકાત ડબલ કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ઘડાયેલ માસ્‍ટર પ્‍લાન અંતર્ગત કરેલ પસંદગી સાર્થક સાબિત થયેલ છે, અને જવલંત સફળતા મળી છે.

ઉપરોકત સુચના અંતર્ગત SOGના પોલીસ ઇન્‍સપેક્‍ટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટીક્‍સ ડ્રગ્‍સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્‍ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્‍યાન SOG હેડ કોન્‍સ. હર્ષદભાઇ નવઘણભાઈ તથા હેડ કોન્‍સ. અનિરુધ્‍ધસિંહ મેરુભા નાઓને ઓડીશા રાજયથી ટ્રેન મારફતે સુરત શહેરમાં ગાંજો ઘુસાડતા ઈસમ બાબતે બાતમી હકીકત મળેલ. જે હકીકતની ટેકનીકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ.

જે હકીકત આધારે સુરત શહેર SOGના અધિકારી/માણસો ફલેટ નં-૧૦ બિલ્‍ડિંગ નં-૨૯ ગોલ્‍ડન આવાસ ભેસ્‍તાન ખાતે રેઇડ કરતા સુરત ઓડીશા રાજયથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલેવરી કરવામાં માટે આવેલ આરોપી (૧) બાસ્‍તવ ઉર્ફે બંન્‍ટી વૃંદાવન ગૌડા ઉ.વ.૨૩ રહે. હાલ- ફલેટ નં-૧૦ બિલ્‍ડિંગ નં-૨૯ ગોલ્‍ડન આવાસ ભેસ્‍તાન સુરત મુળ વતન-વોર્ડ નં-૧૦ અમોનીયા સ્‍ટ્રીટ બસ સ્‍ટેડવાળી ગલી પુરષોત્તમપુર થાણા- પુરષોત્તમપુર જીલ્લો-ગંજામ ઓરીસ્‍સા (૨) બાદલ ઉર્ફે કન્ના સુરેદ્ર શાહ ઉ.વ.૨૩ રહે. હાલ- ફલેટ નં-૧૦ બિલ્‍ડિંગ નં-૨૯ ગોલ્‍ડન આવાસ ભેસ્‍તાન સુરત મુળ વતન-તાલાગામ થાણા- બેગુનીયાપુડા તાલુકો.- બેગૂનીયાપુડા જીલ્લો-ગંજામ ઓરીસ્‍સા તથા (૩) સંતોષ દંડ બહેરા ઉ.વ.૨૩ રહે. હાલ- ફલેટ નં-૧૦ બિલ્‍ડિંગ નં-૨૯ ગોલ્‍ડન આવાસ ભેસ્‍તાન સુરત મુળ વતન-સમા તાલુકો.-પુરષોત્તમપુરા થાણા- પુરષોત્તમપુરા જીલ્લો-ગંજામ ઓરીસ્‍સા વાળાને (૧) પ્રતિબંધિત ગાજો વજન ૨૫ કિલો ૧૬૪ ગ્રામ લેખે કુલ કિ.રૂ.૨,૫૧,૬૪૦ તથા (૨) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦, મળી કુલ કિ રૂ. ૨,૭૧,૬૪૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની ઓડીશા રાજયથી ચાલતી નાર્કોટીક્‍સની પ્રવૃતી બાબતે ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે, સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્‍થો ઘુસાડી શકાય તેમ ન હોય જેથી ઓડીશા ખાતેથી ગાંજાનો જથ્‍થો ખરીદી કરી કોઈને શક ન જાય તે સારૂ ટ્રાવેલીંગ બેગમાં સંતાડીને સુરત ખાતે ડિલીવરી કરવા જતા પકડાઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ છે.

પોલીસ ઇન્‍સપેક્‍ટર SOG નાઓએ  દેશના અર્થતંત્રને નુકશાન પોહચાડી તેને ખોખલુ કરવા માટે ભારતીય બનાવટી ચલણી નોટો બનાવી તેને માર્કેટમાં ફરતી કરતા ઇસમોને આઈડેન્‍ટીફાઈ કરી તેઓ વિરૂધ્‍ધ સખ્‍ત કાર્યવાહી કરવા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ. જે ટીમો દ્વારા બનાવટી ચલણી નોટો છાપતા ઇસમો બાબતે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરી ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી. તે દરમ્‍યાન એસ.ઓ.જી.,ના અ.પો.કો. સિકંદર બિસમીલ્લા તથા અ.પો.કો. અસ્‍લમ ઈંદ્રીશ નાઓને બાતમી મળેલ કે, એક ઈસમ નામે ભાવીનભાઈ હિમ્‍મતભાઈ વ્‍યાસ રહે.પુણા ગામ સુરત નાનો કોઈ જગ્‍યાથી બનાવટી ભારતીય ચલણી નોટ મેળવી લાવી વટાવવા માટે સુરત શહેરમાં ફરી રહેલ છે. જેથી ટીમના SOGની ટીમના માણસોએ સલાબતપુરા કિન્નરી ટોકીઝની સામે આવેલ લ્‍પ્‍ઘ્‍ શૌચાલય પાસે જાહેર રોડ ઉપરથી આરોપી ભાવીનભાઈ હિમ્‍મતભાઈ વ્‍યાસ ઉ.વ.૩૩ રહે.ઘર નં.૩૫ ચામુંડાનગર સોસા. વલ્લભનગર પાસે પુણાગામ સુરત મુળ વતન ગામ ભેંસાણ તા.ભેંસાણ જી.જુનાગઢ વાળાને ઝડપી તેની પાસેથી રૂ.૧૯,૦૦૦ની બનાવટી ચલણી નોટો કબ્‍જે કરવામાં આવેલ.

ઉપરોક્‍ત પકડાયેલ આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, મારી આર્થિક પરીસ્‍થિતી સારી નહી હોવાથી પૈસા કમાવવાની લાલચમાં હું મારા મિત્ર ગોપાલભાઈ મુકેશભાઈ વિઠ્ઠલાણી રહે.ઉત્રાણ સુરત વાળા પાસેથી બનાવટી ચલણી નોટ લાવી બજારમાં વટાવવા ફરતો હોવાની હકીકત જણાવેલ. ત્‍યારબાદ એસ.ઓ.જી.ની ટીમના માણસો સદર ગુનામા સંડોવાયેલ તમામ આરોપીને ઝડપી પાડવા આપેલ સુચના અનુસાર વોન્‍ટેડ આરોપીની તપાસમા હતા તે દરમ્‍યાન એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ઉત્રાણ મનીષા રેલ્‍વે ગરનાળા પાસેથી સદર ગુનાના વોન્‍ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણી ઉ.વ.૩૦, ધંધોઃનાસ્‍તાની લારી રહેઃ ડી/૩૦૨,હંસ લક્‍ઝરીયા, સેન્‍ટાસો એપાર્ટમેન્‍ટ ની સામે, ઉત્રાણ, સુરત તથા મુળઃનાના લીલીયા ગા, તાઃમોટા લીલીયા, જિઃઅમરેલી નાને ઝપી પાડવામા આવેલ છે.

આ બે પડકારરૂપ કામગીરી સાથે આ અગાઉ સીપી દ્વારા સુરતમાં ૩૨ વર્ષ અગાઉ મુંબઈથી આવેલ ત્રણ રિવોલ્‍વર પકડવામાં આવી છે, તેનો કોઈ લૂંટ, હત્‍યા, હત્‍યા પ્રયાસ કે અપહરણમાં ઉપયોગ થયો નથીને તે જાણવા એ ત્રણે રિવોલ્‍વર એક્‍સપર્ટ પાસે મોકલવા પણ આદેશ આપતા હવે જુસ્‍સાભેર રહસ્‍ય ઉકેલવા કામે લાગી છે.

(2:08 PM IST)