તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
મેમનગર ગુરુકુલ દ્વારા : જગન્નાથ ભગવાનને 108 કળશધારી બહેનો દ્વારા લાવેલ : 108 જલ કળશોથી જેષ્ઠાભિષેક કરાયો.

અમદાવાદ તા.૨ અષાઢ મહિનો એટલે ભગવાન જગન્નાથજીનો અદ્ભૂત દિવ્ય રથયાત્રાનો દિવસ.
સારાયે ભારતમાં, તેમાય જગન્નાથપુરીમાં અષાઢી બીજે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળે છે.
જ્યારે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૭ વરસ થયા, પશ્ચિમ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર દ્વારા રથયાત્રા નિકળે છે. એજ રીતે આગામી અષાઢ સુદ ૨, તા. ૭ જુલાઈ ના દિને મેમનગર ગુરુકુલ દ્વારા ભવ્ય રથ યાત્રા નીકળી રહી છે ત્યારે તે નિમિત્ત મેમનગર ગુરુકુલ દ્વારા જગન્નાથ ભગવાનના જન્મદિન નિમિત્તે જગન્નાથ ભગવાન, બળદેવભૈયા અને સુભદ્રા બેનને ૧૦૮ કળશધારી બહેનો દ્વારા લાવેલ ૧૦૮ કળશ જળ તેમજ દૂધ,ધી, તેમજ અન્ય ઔષધી વડે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા અન્ય સંતોએ જેષ્ઠાભિષેક કર્યો હતો. ત્યારબાદ તમામ બહેનો, વિદ્યાર્થીઓએ પણ અભિષેક કરવાનો લાભ લીધો હતો.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
