<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રથયાત્રામાં ૮ અજાયબી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે : અજય ચૌધરી

લાખોની ભીડ વચ્‍ચે છુપાયેલ ચહેરો આતંકવાદીનો છે કે કેમ? તે એ.આઇ.ના ઉપયોગથી ઓળખી કાઢવામાં આવશે, સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં અદભૂત ટેક્‍નોલોજી જેમના નેતૃત્‍વ હેઠળ થયેલ છે તેવા સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર અકિલા સમક્ષ અદભુત વાતો વર્ણવે છે : ECB વિવિધ વિસ્‍તારોમાં પોલ પર લગાડેલ ઈમરજન્‍સી કોલ બોક્ષ પર ફોન કરવાથી તુરંત સ્‍થળ પર PCR વાન પહોંચી જશે : બબ્‍બે કી.મી.નાં અંતરે હેલ્‍પ સેન્‍ટર, લોકોને તમામ પ્રકારે પોલીસ મદદ કરશે, બાળકો રૂટ પર ખીવાયા હશે તો હેલ્‍પ સેન્‍ટર તમામ હેલ્‍પ સેન્‍ટરનો કોન્‍ટેક્‍ટ કરી લોકેશન મેળવી લેશે : રથયાત્રાનું લાઇવ લોકેશન દરેક સિનિયર અધિકારી પોતાના મોબાઈલ મારફત જોઈ સ્‍ટેટસ મેળવી, સૂચનાઓ આપી શકશે : મોટી ભીડ બેકાબૂ બની હોવાનું લાગે ત્‍યારે તેને પબ્‍લિક એડ્રેસ સિસ્‍ટમ્‍સ દ્વારા સંબોધન પોલીસ અધિકારી કરી શકે તેવી ટેક્‍નોલોજી સાથે કોઈ વિસ્‍તારમાં લાઈટ પ્રકાશ ઓછો હોય તો સુરક્ષા અર્થે પુરતી લાઈટ રોશનીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે

રાજકોટ તા. ૧ : પોલીસ બંદોબસ્‍તની દૃષ્ટિએ દેશના સહુથી મોટા અને કસોટીરૂપ બંદોબસ્‍તવાળી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે લોખંડી બંદોબસ્‍ત સ્‍થાનિક, અર્ધ લશ્‍કરી દળો, કેન્‍દ્રીય ટુકડીઓ સાથે આજના યુગને અનુરૂપ ટેકનોલોજી અને આરટી ફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સનાં ઉપયોગ દ્વારા સ્‍માર્ટ વર્ક દ્વારા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક સાથે ચર્ચા કરી રથયાત્રા સહિતના બંદોબસ્‍ત સ્‍કિમ ત્‍યાર કરતી સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા એડી ડીજી અજય ચૌધરી ટીમ દ્વારા જે ટેકનોલોજી રથયાત્રામાં ઉપયોગ થવાનો છે તે અંગે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં કેટલીક મહત્‍વની બાબતો પર પ્રકાશ પાડ્‍યો છે, તો ચાલો એનાથી જાણકાર બનીએ.

અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ વખતે રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની જાગૃતિ અંતર્ગત ૮ જેટલો ટેકનોલોજી દ્વારા રથયાત્રાનું મોનીટરીંગ થશે. જોકે ગત વર્ષે આમાંથી કેટલીક ટેકનોલોજીનો પ્રયોગ કરેલ, પણ હવે તેમાં રહેલ ક્ષતિઓ દૂર કરી અપગ્રેડ કરેલ છે, જે આ મુજબ છે.

આ ટેકનોલોજીમાં ECB ( ઇમરજન્‍સી કોલ બોક્ષ) શહેરના વિવિધ માર્ગો પર પોલ પર આ ઇમરજન્‍સી કોલ બોક્ષનું બટન દબાવવાથી પીસીઆર વાન સ્‍થળ પર પોહચી મદદરૂપ બનશે, ફેસ આઇડેન્‍ટીફાય મશીન, આ મશીન ટોળામાં રહેલ દરેક ચહેરા ખુબ બરિકાયથી દૃષ્ટિગોચર થશે, આરટી ફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સની મદદથી આ ચહેરો કોઈ આતંકવાદી, રીઢા ગુનેગાર, ખિસ્‍સા કાપનાર ગુનેગાર છે કે કોઈ ગુમ થયેલ વ્‍યક્‍તિ તેની જાણ કંટ્રોલ મારફત થશે.                           

કયાં ટોળા એકઠા થયા છે, કયા વાતાવરણ બગાડવા પ્રયાસ થાય છે તે પણ પોલીસ શોધી લેશે. રથયાત્રા કયાં પહોંચી, હાથી, અખાડા કયા છે તેની વિગત સિનિયર અધિકારીઓના મોબાઈલ સાથે તેની ખાસ લિંક મારફત પીઆઇ સુધીના અધિકારી માહિતગાર રહી શકશે.

રૂટ પર ચોક્કસ અંતરે પોલીસ હેલ્‍પ સેન્‍ટર રહેશે. લોકોને ભીડને કારણે ગભરામણ તથા ગરમી ન લાગે તે રીતે બેસાડી તેમને પાણી, ઠડા પીણાની મદદ સાથે મેડીકલ હેલ્‍પની જરૂર હશે તો તે પૂરી પાડવામાં આવશે.    

આ સાથે વિવિધ વિસ્‍તારમાંથી પોલીસ અધિકારી લોકોને સંબોધન કરી સ્‍થિતિ વણસતી અટકાવવા પબ્‍લિક એડ્રેસ સિસ્‍ટમ વિશેષ ટેકનોલોજી સાથે લગાડવામાં આવ્‍યાનું સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા એવા સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર પોલીસ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ સુવિધા ઊભી કરી હોવાનું જણાવ્‍યું હતું.

(3:35 PM IST)