News of Monday, 1st July 2024
પલસાણા ૮.૫,મહુવા ૭,બારડોલી ઓલપાડ ૬,વાપી અને મુન્દ્રા ૫ ઇંચ
રાજ્યભરમાં જમાવટ કરતા મેઘરાજા : ૩૩ જિલ્લાના ૨૧૪ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી, તા. ૧: રાજ્ય ના ૩૩ જિલ્લા ના ૨૧૪ તાલુકાઓ માં મેઘરાજાએ મહેર વરસાવતા જાણે રાજ્યભર માં ચોમાસુ જામ્યું છે. મેઘરાજાએ સૌથી વધુ મહેર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક પર વરસાવ્યું હોવાનું જણાય છે.
ફ્લડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય ના વીવીધ વિસ્તારો માં નોંધાયેલા વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો
પલસાણા ૨૧૧ મિમિ,મહુવા ૧૭૧ મિમિ,બારડોલી ૧૪૯ મિમિ,ઓલપાડ ૧૪૪ મિમિ,કામરેજ ૧૪૩ મિમિ,સુરત સીટી ૧૩૮ મિમિ,વાપી ૧૨૯ મિમિ,કપરાડા ૧૧૩ મિમિ,વલસાડ ૧૧૦ મિમિ,ભરૂચ ૧૦૯ મિમિ,ખેરગામ ૯૫ મિમિ,નવસારી ૯૦ મિમિ,ગણદેવી ૮૮ મિમિ,ધરમપુર ૮૮ મિમિ,જલાલપોર ૮૫ મિમિ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત હાંસોટ અને વાલોડ ૭૯-૭૯ મિમિ,ચીખલી અને માંડવી ૭૫-૭૫ મિમિ,ઉમરપાડા ૭૩ મિમિ,અમદાવાદ સીટી ૭૨ મિમિ,વાગરા અને અંકલેશ્વર ૬૯-૬૯ મિમિ,વ્યારા ૬૬ મિમિ,ડોલવણ ૬૫ મિમિ,ધનસુરા ૬૫ મિમિ,સાણંદ ૬૪ મિમિ,સતલાસણા ૬૨ મિમિ,સોનગઢ ૬૧ મિમિ,ગઢડા અને કડી ૬૦-૬૦ મિમિ,માંડલ ૫૫ મિમિ,ઇડર ૫૪ મિમિ,માંગરોળ,ગાંધીનગર અને સાંખેડા ૫૩-૫૩ મિમિ,વાંસદા ૫૦ મિમિ વરસાદ નોંધાયો છે.
તો ઉમરગામ ૪૮ મિમિ,પારડી અને વઘઇ ૪૭-૪૭ મિમિ,વાલિયા ૪૬ મિમિ,મેઘરાજ ૪૪ મિમિ,નાંદોદ ૪૩ મિમિ,બોડેલી ૪૩ મિમિ,માતર અને સુબીર ૪૨-૪૨ મિમિ,ડાંગ-હવા-૪૧ મિમિ,જોટાણા ૪૦મિમિ,પાદરા અને ઝગડીયા ૩૯-૩૯ મિમિ,કરજણ અને ધોલેરા ૩૪-૩૪ મિમિ,દહેગામ ૩૩ મિમિ,ડભોઇ ૩૨ મિમિ,પેટલાદ,ચોરાસી,નેત્રંગ અને વડનગર ૩૦-૩૦ મિમિ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના અન્ય ૧૧૯ તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ ૨૯ મિમિ સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
