News of Monday, 1st July 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘‘એક વૃક્ષ માતાને નામ" અભિયાનમાં સહભાગી થતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
સર્વાંગી વિકાસની સાથેસાથે પર્યાવરણનું જતન પણ એટલું જ જરૂરી : કુંવરજીભાઇ

રાજકોટ તા.૧ : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિતે દિલ્હી ખાતે પીપળાનો છોડ વાવીને ‘એક વૃક્ષ માતાને નામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીના આ દેશવ્યાપી અભિયાનને વધુ બળ આપવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા વિંછીયા તાલુકામાં આવેલા તેમના વતન અમરાપુર ખાતે ઘરના પ્રાંગણમાં તેમના માતૃશ્રી સ્વ. મણીબેન મોહનભાઈ બાવળીયાના સ્મરણાર્થે ‘રામફળ’નો છોડ વાવીને તેને ઉછેરવાની નેમ લીધી હતી.
‘‘એક વૃક્ષ માતાને નામ" અભિયાન અંતર્ગત મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસની સાથેસાથે પર્યાવરણનું જતન પણ એટલું જ જરૂરી છે. છોડનું વાવેતર કરીને તેનું જતન-દેખરેખ રાખવાની જવાબદારી પણ વૃક્ષ વાવનારે લેવી જોઇએ તો જ સાચા અર્થમાં વૃક્ષારોપણ અભિયાન સફળ થશે તેવો મંત્રીશ્રીએ સૌને અનુરોધ પણ કર્યો હતો.
મંત્રીશ્રીના વતનમાં યોજાયેલા ‘એક વૃક્ષ માતાને નામ’ અભિયાનમાં બાળકો સહિત પરિવારના સભ્યો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
