<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ઢોલાર ગ્રામપંચાયત ના મહિલા સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

8 સભ્યોમાંથી 5 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા રાજકારણ ગરમાયુ :ગામના તલાટી એ દરખાસ્ત મળતા સરપંચને સામાન્ય સભા બોલાવવા નોટિસ આપી પરંતુ હજુ કોઈ સરપંચ દ્વારા સભા બાબતે લેખિત આપ્યું નથી :ગામપંચાયતના તલાટીએ તાલુકા કક્ષાએ જાણ કરી પરંતુ ટીડીઓને આ બાબતની કોઈ જાણ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના મહિલા સરપંચ સુધાબેન વસાવા અને ઉપ સરપંચ સુશીલાબેન વસાવા વિરુદ્ધ ગ્રામપંચાયત ના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાત કરતા તાલુકા પંચાયત વિસ્તારમા રાજકારણ ગરમાયુ છે. ગ્રામપંચાયતના 8 સભ્યોમાંથી 5 સભ્યો જો સરપંચથી નારાજ હોય તો ગ્રામપંચાયત માં સરપંચ ને પોતાની ખુરસી ટકાવી રાખવી મુશ્કેલ પડે,  હવે સરપંચ સામાન્ય સભા ક્યારે બોલાવે છે કે પછી ટીડીઓ જાતે બોલાવે છે તે જોવું રહ્યું.  
    એક સરપંચ અને 8 સભ્યોની ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસાવા તથા  ઉપ સરપંચ સુશીલાબેન વસાવા વિરુદ્ધ પાંચ સભ્યો માં વિક્રમ વસાવા, સુભદ્રા બેન વસાવા, જયશ્રીબેન વસાવા, લતાબેન વસાવા, અને શિલ્પાબેન વસાવા આ પાંચ સભ્યો એ લેખિતમાં ગ્રામપંચાયત માં અવિશ્વાસની દરખાસ્ત મૂકી રજૂઆત કરી કે ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચ બંને  ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરે છે., ગ્રામપંચાયત માં મંજુર થયેલા વિકાસનાં કામો સમય મર્યાદામાં પુર્ણ કરતા નથી, જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, આજની તારીખ માં પણ વર્ષોથી મંજુર થયેલા નાળાઓ ફક્ત સરકારી ચોપડે મંજુર થઈને પડી રહ્યા છે. સરપંચ અને  ઉપ સરપંચ ગ્રામ પંચાયતનાં સભ્યોને લેખીત કે મૌખીક જાણ કર્યા વગર બરોબાર ઠરાવો કરી દેતા આવેલ છે, જે યોગ્ય નથી.. અને અમો સભ્યાની જાણ બહાર ઠરાવો કરી દેવામાં કરી દેવામાં આવે છે. આવા કારણોસર  ઢોલાર ગ્રામ પંચાયતનાં સભ્યો સરપંચ ઉપ સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવાની દરખાસ્ત મુકી છીએ. જોકે આટલી મોટી ઘટના બાબતે નાંદોદ ટીડીઓ ને ખબર નથી તો આ કેવો વહીવટ ચાલે છે..હવે ન્યાય કરશે કે કેમ એ પણ જોવું રહ્યું.
 ગ્રામપંચાયતના સભ્યો એ સરપંચ  ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કેટલાક મુદ્દા ને આધારે કરી છે જેની ફાઈલ મેં તાલુકા ઓફિસે મોકલી છે,  આ સાથે 15 દિવસની મુદત માં સરપંચ સામાન્ય સભા બોલાવે જેમાં વિશ્વાસ પ્રાપ્ત કરે એ માટે સામાન્ય સભા બોલાવવા નોટિસ આપી છે. પરંતુ હજુ સુધી કોઈ લેખિત આપ્યું નથી : બકુલા પટેલ (તલાટી કમ  મંત્રી, ઢોલાર )
 તાલુકા કક્ષાએ આવી કોઈ દરખાસ્ત મળી નથી. અત્યાર સુધી મારી પાસે આવી કોઈ બાબત આવી નથી મને કોઈ જ જાણ નથી : અંજલિ ચૌધરી (ટીડીઓ નાંદોદ

(10:33 PM IST)