News of Tuesday, 2nd July 2024
ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રી મંડળમાં અને ભાજપ સંગઠનમાં મોટો ફેરફારો થશે.
7 જુલાઇએ રથ યાત્રા પુરી થતાની સાથે મંત્રી મંડળમાં ફેરફારો થશે:6 મંત્રીઓનો ઉમેરો થઇ શકે :2 નવા મંત્રી આવી શકે અને 4 જૂના મંત્રીઓને સરકાર ફરી સામેલ કરી શકે

અમદાવાદ : લોકસભા 2024ની ચૂંટણી પતશે એટલે ગુજરાતની ભૂપેન્દ્ર ભાઈ પટેલ સરકારના મંત્રી મંડળમાં અને ભાજપ સંગઠનમાં મોટો ફેરફારો થશે. હવે જાણવા મળ્યું છે કે ગુજરાતાં 7 જુલાઇએ રથ યાત્રા પુરી થતાની સાથે મંત્રી મંડળમાં ફેરફારો થશે.
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 6 મંત્રીઓનો ઉમેરો થઇ શકે છે, જેમાં 2 નવા મંત્રી આવી શકે છે અને 4 જૂના મંત્રીઓને સરકાર ફરી સામેલ કરી શકે છે.કોંગ્રેસમાંથી આવેલી અર્જૂન મોઢવાડિયા અને સી.aki જે. ચાવડાનું મંત્રી મંડળમાં સ્થાન લગભગ નક્કી છે. કોંગ્રેસના નેતાઓને લેવાને કારણે જો નારાજગી ઉભી થાય તો જે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે તેવા નેતાઓને ફરી સામેલ કરીને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવશે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
