તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Tuesday, 2nd July 2024
સુરત જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો :જુનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીઓને અડચણરૂપ થવાનો ગુનો નોંધાયો
રાત્રિના 12.30 વાગ્યે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો: ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો

સુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો છે. સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે, રાત્રિના 12.30 વાગ્યે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીઓને અડચણરૂપ થવાનો ગુનો નોંધાયો છે.
સુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે. રાત્રિના 12.30 સમયે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે આજથી એટલે કે 1 જુલાઈ 2024થી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો ટ્રક ચાલક ભયજનક રીતે રાત્રીના સમયે કોઈ પણ જાતના રીફલેકટ નહીં રાખીને જાહેર રોડ પર ટ્રક પાર્કિંગ કરી આવતા જતા વાહનો તથા રાહદારીને અડચણ રૂપ થાય અને અકસ્માત થવાનો સંભવ ઉભો કરી ગુનો કર્યો હતો. ત્યારે ઓલપાડ પોલીસ મથકના પી.આઈ સીઆર જાદવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેજસ પ્રકશભાઈ હેડ કોન્સ્ટેબલ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને આરોપી ટ્રક ચાલક યાસીન કાસમ સામે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
