તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Tuesday, 2nd July 2024
નવસારી જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી : રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પૂર્ણા, અંબિકા કાવેરી અને ખરેરા નદીઓના કાંઠા વિસ્તારમાં અધિકારીઓને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું

અમદાવાદ :ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી. મહત્વનું છે કે નવસારી શહેર અને જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં આગામી ત્રણ તારીખ સુધી વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે સોમવારે દિવસ દરમિયાન વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાના બનાવો બન્યા હતા. ચાર ફૂલ પોલીસ ચોકી પ્રજાપતિ આશ્રમ શહીદ ચોક શાકભાજી માર્કેટ સુશ્રુષા હોસ્પિટલ અને એરુ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
ત્રણ તારીખ સુધી રેડ અને ઓરેન્જ લોટને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. પૂર્ણા, અંબિકા કાવેરી અને ખરેરા નદીઓના કાંઠા વિસ્તારમાં અધિકારીઓને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લાનું તંત્ર ઉપરવાસમાં એટલે કે સુરત તાપી અને ડાંગ જિલ્લાના વરસાદ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
