તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
તમારી આવક વધે તેમ વધુ GST જમા કરાવો, અન્યથા કાર્યવાહી થશે
ગુજરાતની જીએસટી કચેરીનું ટેક્સ ટેરરિઝમઃ વેપારીઓને ચિમકી :ત્રણ વર્ષથી તમે વધુ ને વધુ ટેક્સ જમા કરાવો છો, ટર્નઓવર વધતા વધુ ટેક્સ નહીં ભરો તો તમારી સામે પગલાં લેવાશે

અમદાવાદ,તા. ૨: ગુજરાતના જીએસટી અધિકારીઓનું ટેક્સ ટેરરીઝમ વધી રહ્યુ હોવાના દાખલાઓ બહાર આવી રહ્યા છે. ઉચ્ચક વેરાનો વિકલ્પ પસંદ કરનારા અધિકારીને સારા શબ્દોમાં ધમકી આપવામાં આવી છે કે તમારી આવક વધે અને તમે વધારે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જમા નહિ કરાવો તો તમારી સામે કાયદેસર પગલા લેવામાં આવશે. વેપારીઓને પાઠવવામાં આવેલા પત્રમાં સારા શબ્દોમાં ધમકી આપવામાં આવી હોવાથી જીએસટીની પ્રેકિટસ કરતા પ્રોફેશનલ્સના ગ્રુપમાં નોટિસ અને તેના શબ્દો સામે પ્રચંડ વિરોધ ઉઠયો છે. જીએસટી કન્સલ્ટન્ટ્સના ગ્રુપમાં આ મોટી ચર્ચાનો વિષય બન્યો છે.
વેપારીઓને આપવામાં આવેલી નોટિસમાં ગુજરાતની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીએ આપેલી નોટિસમાં વેપારીઓને જણાવામાં આવ્યું છે. કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં તમે ઉચ્ચક વેરાનો વિકલ્પ પસંદ કરીને છેલ્લા ત્રણ વર્ષથી સતત વધુને વધુ ટેક્સ જમા કરાવી રહ્યા છો, ગત વર્ષે આગળના વર્ષ કરતા ૨૪ થી ૨૫ ઉચ્ચક વેરો વધુ ભર્યો છે. નવા વર્ષમાં તમારી આવકમાં વધારો થાય તથા સરકારની આવકમાં પણ સમયસર વધારો થાય તે જોવું ઇચ્છનીય છે. તેમાં ચુક થશે તો નિયમાનુસાર તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રસ્તુત નોટિસમાં શુભેચ્છા ઓછી અને ધમકી વધુ આપવામાં આવી હોવાનો મેસેજ વેપારી આલમમાં ગયો છે. જીએસટી કન્સલ્ટન્ટ્સના ગ્રુપમાં ફરી રહેલા આ પત્રમાં દરેક વેપારીઓએ કડકમાં કડક શબ્દોમાં વિરોધ કરવો જોઇએ તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
