<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 12 રસ્તાઓ પર ફરી વળ્યા:વાહન વ્યવહાર બંધ કરી દેવાયો

કુરેલ સુપા ગામને જોડતો લો લાઈન બ્રિજ પાસે પૂર્ણા નદીનું પાણી પહોંચી ગયું: સુપા અને કુરેલને જોડતો માર્ગ સાવચેતીના પગલે, બંધ કરાયો

નવસારી શહેર અને જિલ્લામાં વરસતા ભારે વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદી પૂર્ણા બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદીના પાણી નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 12 રસ્તાઓ પર ફરી વળ્યા છે. જેના પગલે, તંત્ર દ્વારા આ 12 માર્ગ ઉપરનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવાયો છે. 

 નવસારી નજીક આવેલા કુરેલ સુપા ગામને જોડતો લો લાઈન બ્રિજ પાસે પૂર્ણા નદીનું પાણી પહોંચી ગયું છે. નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં સુપા અને કુરેલને જોડતો માર્ગ સાવચેતીના પગલે, બંધ કરાયો છે. આ માર્ગ બંધ કરાતા દસ કિલોમીટર ફરીને લોકોને જવુ પડશે.

(10:59 AM IST)