<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય સાથે ટોચના આઇપીએસ દ્વારા વરસતા વરસાદ વચ્‍ચે રથયાત્રાના ૧૬ કી.મી. રૂટની ચકાસણી

શૈક્ષણિક સંસ્‍થાઓને બોંબથી ઉડાડી દેવાની ધમકી પાછળ પાકિસ્‍તાનનો હાથ હોવાના ઈમેલ પગલે પગલે રિહર્સલ પહેલા ટોચના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ લો એન્‍ડ ઓર્ડર વડા ,બીએસએફ બેંક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા અજય તોમર, સેકટર વડા નીરજ બડગુજ્જર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ દ્વારા નિરીક્ષણઃ ગુપ્તચર વડા આર બી.બ્રહ્મભટ્ટ પણ સામેલ, હિન્‍દુ મુસ્‍લિમ સમાજ દ્વારા એકતાનાં અદભુત દર્શન, ડીજીપી ટીમનું ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત, રૂટ પર ઝીણવટભર્યા ચેકીંગથી મેગા રિહર્સલ બન્‍યાનો મત..

રાજકોટ, તા.ર :  અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે,ત્‍યારે અમદાવાદની શૈક્ષણિક સંસ્‍થાઓને બોંબથી ઉડાડી દેવાના ઇમેલ  પાછળ પાકિસ્‍તાની કનેક્‍શન હોવા સાથે સુરતના મોલવી પ્રકરણમાં પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ એટીએસ  બ્રેક ગ્રાઉન્‍ડ ધરાવતા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયાની તપાસમાં પણ પાકિસ્‍તાની તાર જોડાયા હોવાનું ખુલતા રથયાત્રા સંદર્ભે લોખંડી બંદોબસ્‍ત મૂકવા સાથે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા શમશેરસિંઘ, અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, જેમના નેતળત્‍વમાં આખી બંદોબસ્‍ત સ્‍કિમ તૈયાર કરવામાં આવી છે તેવા સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા એવા સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર અજય ચોધરી , સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ સાથે આઇબી વડા આર બી.બ્રહ્મભટ્ટ પણ ખુલ્લી જીપમાં વિશાળ રૂટ નિરીક્ષણ કરવા નીકળ્‍યા હતા.

વરસતા વરસાદમાં ૧૬ કી.મી.રૂટ પર જયારે મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયનાં માર્ગદર્શનમાં નીકળ્‍યા ત્‍યારે હિન્‍દુ મુસ્‍લિમ સમાજ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરી હિન્‍દુ મુસ્‍લિમ એકતાનાં ભાઈચારાનાં ગગનભેદી નારાઓ લાગ્‍યા હતા.  

આમ તો આ રૂટનું ઉકત સિનિયર અધિકારીઓના આદેશ પગલે બોંબ સ્‍કવોડ, ક્રાઇમ બ્રાન્‍ચ, ઝોન વડાઓ દ્વારા નીરિક્ષણ કરવામાં આવે છે, આમ છતાં કોઈ કચાસ ન રહે તે માટે રૂટ પર વરસાદ દરમિયાન કોઈ વજનદાર બેનર કે ઇમારત ભયજનક છે કે કેમ? કોઇ જગ્‍યા શકમંદ છે કે કેમ? તેની નોંધ કરી શકાય તથા કોઈ સ્‍થળે બંદોબસ્‍ત રણનીતિમાં ફેરફાર કરવાની આવશ્‍યકતા છે કે કેમ? તે બાબતે ફાઇનલ રિહર્સલ પહેલા ચેક કરવામાં આવેલ.        

સિનિયર અધિકારીઓ રૂટ ચેકીંગ કરી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા, મહંતશ્રી દ્વારા અઘિકારીઓનું સન્‍માન કરવામાં આવેલ. લોકોમાં કોઈ ખોટો ભય ન ફેલાય અને સિનિયર અધિકારી પણ સ્‍ટાફ સાથે એલર્ટ હોવા બાબતનો મેસેજ ખૂબ સારી રીતે લોકો સુધી પહોંચ્‍યો છે.(

(1:42 PM IST)