<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૧૭ તાલુકામાં વરસાદ : ૩૦ તાલુકામાં ૪ ઇંચથી વધુ

૯૭ તાલુકામાં ૧ ઇંચથી વધુ તથા ૧૧૧ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ

અમદાવાદ તા. ૨ : સોમવારના દિવસે મેઘરાજાએ જુનાગઢ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી હતી. સમગ્ર જિલ્લામાં કુલ ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્‍યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૧૭ તાલુકામાં વરસાદ ખાબક્‍યો છે. ત્‍યારે જાણો ક્‍યાં કેટલો વરસાદ ખાબક્‍યો છે.

જુનાગઢ જિલ્લાના વંથલીમાં ૩૫૦ મીમી, વિસાવદરમાં ૩૨૮ મીમી, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં ૨૮૮-૨૮૮ મીમી, કેશોદમાં ૨૪૮ મીમી, માણાવદરમાં ૨૧૯ મીમી, મેંદરડામાં ૧૮૨ મીમી, માળિયા હાટિના ૧૬૧ મીમી, ભેસાણમાં ૧૫૨ મીમી અને માંગરોળમાં ૧૧૯ મીમી વરસાદ ખાબક્‍યો છે. આમ જિલ્લામાં કુલ ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના કલેક્‍ટર દ્વારા આજે ભારે વરસાદને લઈને જિલ્લામાં શાળામાં રજાની જાહેરાત કરવામાં આવી છે. કલેકટર જૂનાગઢના X એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરીને જાણકારી આપવામાં આવી છે. તેમાં લખ્‍યું છે કે, ‘જૂનાગઢ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ ને ધ્‍યાને લેતા આવતી કાલે તારીખ - ૦૨/૦૭/૨૦૨૪ ના રોજ જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જાહેર રજા રહેશે.'

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૨૨૯ મીમી, કલ્‍યાણપુરમાં ૨૦૦ મીમી ખાબક્‍યો છે. રાજયના કુલ ૩૦ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ જયારે ૯૭ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ૧૧૧ તાલુકામાં સામાન્‍યથી ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્‍યો છે.

(2:06 PM IST)