<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

શ્રીરામ ફાર્મ સોલ્‍યુશન્‍સ દ્વારા ૫ નવી પ્રોડકટસ રજ

રાજકોટઃ ડીસીએમ શ્રીરામ લિમિટેડનો હિસ્‍સો શ્રીરામ ફાર્મ સોલ્‍યુશન્‍સે તેની નવા યુગની ક્રોપ પ્રોટેક્‍શન અને સ્‍પેશિયાલિટી પ્‍લાન્‍ટ ન્‍યુટ્રિશન પ્રોડક્‍ટ્‍સ રજૂ કરી છે. આ કાર્યક્રમ અમદાવાદમાં વેલકમ બાય આઇટીસી ખાતે યોજાયો હતો, જેમાં પ્રદેશના અગ્રણી ચેનલ પાર્ટનર્સ આ નવીન સોલ્‍યુશન્‍સની રજૂઆતના સાક્ષી બન્‍યાં હતાં. મેન્‍યુઅલ કામગીરીને કારણે નિંદણ વ્‍યવસ્‍થાપન અને ખર્ચમાં વધારા જેવાં પડકારોનો ઉકેલ આપતાં શ્રીરામ ફાર્મ સોલ્‍યુશન્‍સે શ્રીરામ બિકુટાની રજૂઆત કરી છે, જે કપાસના પાકમાં પહોળા પાંદડાવાળા અને સાંકડા પાંદડાવાળા નિંદામણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલું પ્રારંભિક પોસ્‍ટ-ઇમર્જન્‍ટ પસંદગીયુક્‍ત નિંદામણનાશક છે. પોતાના જંતુનાશક પોર્ટફોલિયોને મજબૂત કરવા કંપનીએ શ્રીરામ સાઇશો, શ્રીરામ ક્રોન અને શ્રીરામ ટ્રેક્‍સ્‍ટરની જાહેરાત કરી છે, જે વૈશ્વિક ઇનોવેટર્સ સાથેના સહયોગનું પરિણામ છે.  સ્‍પેશિયાલિટી પ્‍લાન્‍ટ ન્‍યુટ્રિશન (એસપીએન) સેગમેન્‍ટમાં શ્રીરામ ફાર્મ સોલ્‍યુશન્‍સે શ્રીરામ પ્રોટોબઝ+રજૂ કર્યું છે. આ ક્રાંતિકારી પ્રોડક્‍ટ યુનાઇટેડ સ્‍ટેટ્‍સની પેટન્‍ટ ડિલિવરી ટેક્‍નોલોજી‘નેનો લિક્‍વિડ ટેક્‍નોલોજી'નો સમાવેશ કરીને વિકસિત કરાઇ છે. કંપનીના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર અને બિઝનેસ હેડ સંજય છાબરાએ કહ્યું હતું કે, શ્રીરામ ફાર્મ સોલ્‍યુશન્‍સ ખાતે અમે કૃષિ ઇનોવેશનમાં હદો વિસ્‍તારી રહ્યાં છીએ અને આ નવી પ્રોડક્‍ટની રજૂઆત ઉત્‍પાદકોને અદ્યતન ઉકેલો સાથે સશક્‍ત કરવાની કટીબદ્ધતાને અનુરૂપ છે, જે તેમની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે અને ટકાઉ કૃષિ કામગીરીને આગળ ધપાવે.

(3:23 PM IST)