તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
નરસિંહ ભગત છાત્રાલયમાં રૂા. ૯.૭૯ કરોડના ખર્ચે પાંચ] માળનું બિલ્ડીંગ નિર્માણ પામશે
અમદાવાદમાં નરસિંહ ભગત છાત્રાલય ખાતે મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે બ્લોક-એ બિલ્ડીંગનું ખાતુમુહૂર્ત અનુસુચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રહેવાની સગવડનું નિર્માણ કરાશે

અમદાવાદ, શહેરમાં પાલડી ખાતે આવેલા નરસિંહ ભગત છાત્રાલયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે બ્લોક-એ બિલ્ડીંગનું ખાતુમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નરસિંહ ભગત છાત્રાલયમાં લાખો વિદ્યાર્થીઓએ અહીંયા રહીને સારૂ શિક્ષણ મેળવીને પોતાનાં સપનાં સાકાર કર્યા છે. સંકલ્પ એ સફળતાનું પ્રથમ પગથિયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ છેવડાના વ્યકિત સુધી પહોંચે અને વિદ્યાર્થીઓનાં સપનાં સાકાર થાય એ માટે ગુજરાત સરકાર કમિબદ્ધ છે.
પાંચ માળની આ બિલ્ડીંગ ૯.૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામશે., જેમાં ર૭૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા/જમવાની સગડ આપી શકાશે.
રાજય સરકાર દ્વારા ચલાવાતી ડો. બાબાસાહેબ વિદેશ અભ્યાસ લોન યોજના વિશેષ વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજય સરકારના આર્થિક સહયોગથી આજે વિવિધ સમાજના અનેક દીકરા-દીકરોઅ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.
અમદાવાદમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ પરમાર, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, અનુસુચિત જાતિ કલ્યાણના નિયામક સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થીઓ માટે ૪પ રૂમો, કોન્ફરન્સ હોલ, વિઝિટર રૂમ, જનરલ સ્ટોર, વોટર કુલર વિથ આર. ઓ. પ્લાન્ટ, વોશ એરીયા, ટોયલેટ, બ્લોક વગેરે તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીનું કવાર્ટરની તથા સિકયુરીટી રૂમ જેવી આધુનિક સગવડતા ઉભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત હાલમાં નરસિંહ ભગત છાત્રાલય બ્લોક-બી બિલ્ડીંગમાં ૩૮ રૂમોમાં ૩૦૪ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા/ જમવાની સગવડ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
