તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ટાટા મ્યુચ્યુઅલ ફંડ ઇક્વીટીમાં ગુજરાતીઓનું ૮૧૯ કરોડનું રોકાણ

રાજકોટ,તા.૧: એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા ના ડેટા મુજબ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ મે, ૨૦૨૪માં રૂ. ૩૪,૬૯૭ કરોડની વિક્રમી નેટ ઇનફલોની સપાટીએ પહોંચ્યા છે અને એપ્રિલ ૨૦૨૪ની સરખામણીમાં ૮૩ ટકાનો ઉછાળો જોવાયો છે.
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સનું કદ સતત વધતું રહ્યું છે, કારણ કે રોકાણકારોએ વિવિધ ઇક્વિટી સ્કીમ્સમાં તેમનો ભરોસો વ્યક્ત કર્યો છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડે ગુજરાતમાં આવો જ ટ્રેન્ડ જોયો, જયાં રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે પસંદગી દર્શાવી છે. ગુજરાતમાં રોકાણકારોએ ટાટા મ્યુચ્યુઅલ ફંડની વિવિધ ઇક્વિટી સ્કીમ્સમાં જાન્યુઆરી-એપ્રિલ ૨૦૨૪ સુધીમાં રૂ.૮૧૯ કરોડનું રોકાણ કર્યું છે. આ જ સમયગાળા દરમિયાનએટલે કેજાન્યુઆરી-એપ્રિલ ૨૦૨૪ દરમિયાનસમગ્ર ગુજરાતમાં રોકાણકારો દ્વારા ટાટા એસેટ મેનેજમેન્ટના સેક્ટરલ/થિમેટિક ફંડ્સમાંરૂ. ૧૯૫ કરોડનું રોકાણ થયું હતું. તેમ ટાટ એસેટમેનેજમેન્ટના મેનેજર ચંદ્રપ્રકાશ પડિયારે જણાવ્યું છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
