તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મધ્ય, દક્ષિણ - પૂર્વ અને ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્ર સંલગ્ન કચ્છ, પૂર્વ મધ્ય, ઉત્તર ગુજરાત અને દક્ષિણ - પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધશે
કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાના વિસ્તારો આસપાસ સ્થિત યુએસી આગામી કલાકોમાં ક્રમશઃ ઉત્તર ગુજરાત બાજુ સરકશે : અંકિત પટેલ

રાજકોટ : યુએસી છેલ્લા લગભગ ૧૮ કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠા વિસ્તારો આસપાસ સ્થિત,આગામી કલાકોમાં ક્ર્મસઃ ઉત્તર ગુજરાત તરફ સરકશે. તેમ અંકિત પટેલ ગુજરાત વેધરમેનએ જણાવ્યું છે.
અપર એર સાયક્લોનિક સર્કયુલેશન છેલ્લા ૧૮ કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો અને ઉત્તર-પૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ સક્રિય છે, જેને લીધે મોટાભાગે કન્વેક્શન તેમજ વરસાદી ગતિવિધિઓ સૌરાષ્ટ્ર-કચ્છના પヘમિ-દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારો અને સંલગ્ન ઉત્તર પૂર્વ અરબ સાગર આસપાસ જોવા મળેલ છે. યુએસીની અસર હેઠળ, છેલ્લા ૨૪ કલાકોમાં દક્ષિણ પヘમિ, પヘમિ,અને ઉત્તર પヘમિ સૌરાષ્ટ્રના વિસ્તારો, જિલ્લાઓ પ્રમાણે જોઈએ તો જુનાગઢ, દ્વારકા, પોરબંદર( સંલગ્ન જામનગર અને રાજકોટના વિસ્તારો), ગીર સોમનાથ અને સંલગ્ન અમરેલીના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે.
હાલમાં યુએસી મધ્ય સૌરાષ્ટ્ર અને સંલગ્ન સૌરાષ્ટ્રના ભાગો પર રહેલું છે જે આગામી કલાકોમાં ક્રમસઃ ઉત્તર ગુજરાત તરફ સરકશે, જેની અસર હેઠળ આગામી ૨૪ કલાકોમાં મધ્ય, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્ર સંલગ્ન કચ્છ, પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. ઉપર જણાવેલ વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિવભારે વરસાદની સંભાવના છે.(
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
