તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર ફલેગમાર્ચઃ ૧૦૦થી વધુ પોલીસના વાહનોનો કાફલો

અમદાવાદઃ શહેરમાં હવે રથયાત્રાના થોડાક દિવસો બાકી છે ત્યારે અમદાવાદના પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. જેના ભાગ રૂપે ૧૦૦થી વધુ પોલીસ વાહનો જોડાયા હતા. અમદાવાદમાં ૧૪૭ રથયાત્રાના ભાગરૂપે શહેરમાં કોઈપણ પ્રકારનો અણનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.અમદાવાદના દરેક જગ્યાએ પોલીસ દ્વારા સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદના કમિશ્નર જી.એસ મલીક અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર એક ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. ૧૦૦થી વધુ પોલીસની ગાડીઓ ત્યા હાજર હતી. સમગ્ર રૂટ પર કોઈપણ પ્રકારની અડચણ ના થાય તે માટે આ ફલેગ યોજવામાં આવી હતી. અને સમગ્ર રૂટનો ચકાસણી કરવામાં આવી હતી.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
