તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાજપીપળામાં શાળાના બાળકોને લઈ જતી સ્કૂલવાન નવા નિયમોના પાલન સાથે શરૂ થતાં વાલીઓને રાહત
સરકાર દ્વારા કેટલાક નવા નિયમો લાગુ થયા બાદ ઘણા દિવસોથી સ્કૂલમાં ફરતા વાહનો બંધ હતા: હપ્તા પદ્ઘતિમાં ખુશ તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ એ સ્કૂલ વાહનોમાં પોતાનો અંગત ફાયદો નહિ જોઈ બાળકોના જોખમ માટે કાયદાનું કડક પાલન કરાવવું જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજકોટ ખાતે ગેમ ઝોન માં આગ લાગવાની ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા ફાયર સેફ્ટી બાબતે મોટા-મોટા કોમ્પલેક્ષ, મોલ અને વાહનોમાં ફાયર સેફ્ટીની તપાસ માટેના આદેશ કરવામાં આવ્યા હતા. કેટલીક શાળામાં બાળકોને લઈ જતી વાનો પણ બંધ કરી દેવામાં આવી હતી.
તેવામાં તારીખ 1જુલાઈ થી રાજપીપળામાં સ્કૂલ વાહન ચલાવતા વાહન ચાલકો આરટીઓના નિયમ પ્રમાણે પીળા પટ્ટા, ફાયર સેફ્ટીના બોટલ, સ્પીડ કંટ્રોલ મીટર સહિત આરટીઓ ના નિયમ મુજબ 12 થી 14 બાળકો સાથે આ તમામ નિયમોનું પાલન કરતા થયા અને મોટાભાગની સ્કૂલ વાનો નવા નિયમના પાલન સાથે શરૂ થતાં વાલીઓ ને રાહત થઈ છે.
જોકે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર દ્વારા નિયમોનું કડક પાલન થાય છે અને અચાનક જ આ નિયમ લાગુ કરવાની જાહેરાત થતાં થોડાક સમય માટે વાહન ચાલકો અટવાઈ જાય છે ત્યારે હપ્તા પદ્ઘતિ માં ખુશ તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ એ સ્કૂલ વાહનોમાં પોતાનો અંગત ફાયદો નહિ જોઈ બાળકોના જોખમ માટે વિચારી કાયદાનું કડક પાલન કરાવવું જરૂરી જણાય છે
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
